fbpx
અમરેલી

અમેરીકન ઈન્ડીયા ફાઉન્ડેશન એવમ ડી.એસ. ફાઉન્ડેશન STEM બેઈજ ડિજીટલ ઈકવીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ની મુલાકાતે પદ્મશ્રી ડો.દિપક ફાટકજી

દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ની મુલાકાતે પદ્મશ્રી ડો.દિપક ફાટકજી અમેરીકન ઈન્ડીયા ફાઉન્ડેશન તેમજ ડી.એસ. ફાઉન્ડેશન દ્વારા કાર્યરત STEM બેઈજ ડિજીટલ ઈકવીલાઈઝર પ્રોગ્રામ અમરેલી જિલ્લાની ૩૦ સરકારી પ્રાથમિક શાળામાં ચલાવવામાં આવી રહ્યો છે જેની ફળશ્રુતીનું મુલ્યાંકન અને માર્ગદર્શન કરવા માટે I.T.- મુંબઈ ના નિવૃત પ્રોફેસર પદ્મશ્રી ડો.દિપક ફાટકજી  ગુજરાત સહિત સાત્ત રાજયોના રીજનલ મેનેજર શ્રી શંકર શર્મા STEM બેજ તાલીમ હેડ હેમંત પાલિવાલ તથા D.SF પ્રોજેકટ લીડ હાર્દિક સોનછાત્રા તેમજ અમરેલી શિક્ષણ વિભાગ તર – ફથી B.R.C. સીમભાઈ લોહીયા તથા C.R.C વિસાણીભાઈ ની ઉપસ્થિતિમાં સમગ્ર મુલાકાતનું આયોજન ગોઠવાયું પદ્મશ્રી ડો.દિપક ફાટકજી શ્રી રાભડા પ્રા.શાળા માં બાળકો દ્વારા AIF ના સહયોગથી ચાલતી STEM લેબ , DEWOT ક્લાસ પ્રાયોગિક કાર્ય  સ્વયં શાળા અને વર્ગખંડો તથા લેબનું સંચાલન જોઈને ખુબ ખુશ થયા . બાળકો તેમજ ઉપસ્થિત વાલીગણ સાથે પોતાના જીવનના યાદગાર પ્રસંગોને વાગોળીને માર્ગદર્શન પૂરું પાડ્યું અને શાળાની પ્રગતિ માટે ખૂબજ શુભકામના પાઠવેલ હતી.સમગ્ર સ્ટાફ આચાર્યશ્રી જયેશભાઇ વિસાવડીયા ગણિત – વિજ્ઞાન શિક્ષક સનિલભાઈ વાડદોરીયાને તેમની પ્રાયોગિક પ્રવૃતિ માટે ખાસ અભિનંદન પાઠવીયા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર મહેશભાઇ મોટકાને અસરકારક કાર્યક્રમ સંચાલન માટે ખૂબ ધન્યવાદ આપેલ.તથા AIF કોર્ડીનેટર મુકેશભાઇ હેલૈયા તથા સમગ્ર ટીમના યોગદાનને તેમજ ઉપસ્થિત વાલીગણને પ્રશંસા પુષ્પથી નવાજયા હતા .

Follow Me:

Related Posts