રાષ્ટ્રીય

અમે અમારા વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ: વડાપ્રધાન મોદી

૧૧ મે ૧૯૯૮ના રોજ ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં રાજસ્થાનના પોખરણમાં એક સફળ પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પછી ભારતનું નામ પણ પરમાણુ સંપન્ન દેશોની યાદીમાં આવી ગયું હતું. જેથી કરીને કોઈ પણ અન્ય દેશ ભારત સામે આંખ ઉઠાવીને ના જાેઈ શકે. પોખરણનું પરીક્ષણ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. જેના એક વર્ષ પછી ૧૧ મે ૧૯૯૯ના રોજ ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવ્યો. અને દર વર્ષે ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજના દિવસે ટ્‌વીટ કરીને જણાવ્યું કે આજે, રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ એટલેકે, નેશનલ ટેકનોલોજી ડે પર, અમે અમારા વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જેના કારણે ૧૯૯૮માં પોખરણના સફળ પરીક્ષણો થયા. અમે અટલજીના અનુકરણીય નેતૃત્વને ગર્વ સાથે યાદ કરીએ છીએ જેમણે ઉત્કૃષ્ટ રાજકીય સાહસ અને રાજનીતિ દર્શાવી. ૧૧ મે ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝનેશે ત્રિશુળ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ત્રિશુળ શૉટ રેન્જની મારક ક્ષમતાવાળી મિસાઈલ છે જે લક્ષ્ય પર ઝડપથી હુમલો કરે છે. આ સિવાય પણ ભારતના પ્રથમ એરક્રાફ્ટ ૐટ્ઠહજટ્ઠ-૩એ પણ ઉડાન ભરી હતી. જેણે નેશનલ એરોસ્પેસ લેબે તૈયાર કર્યું હતું. તત્કાલિન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જીનીયર્સના યોગદાનને યાદ કરતાં નેશનલ ટેકનોલોજી દિવસ ઉજવવાનું એલાન કર્યું હતું. અને ત્યારથી જ દર વર્ષે ૧૧ મે ના રોજ ઉજવણી થાય છે. એટલુ જ નહીં પણ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટ અને એન્જીનયરીંગ કોલેજાેમાં પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન થાય છે.

Follow Me:

Related Posts