ગુજરાત

અમે કોઇ પણ પ્રકારની હિંસાને ઉત્તેજન કે સમર્થન આપતા નથીઃ નીતિન પટેલ

વિસાવદરમાં આપના કાફલા પર થયેલા હુમલા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલએ મહત્વની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘મને મીડિયા મારફતે આ ઘટનાની જાણ થઇ. મને મળેલી માહિતી પ્રમાણે સોમનાથ વેરાવળમાં આપના નેતાઓનો વિરોધ બ્રહ્મ સમાજે કર્યો હતો.

નીતિન પટેલએ જણાવ્યું કે, ‘દરેક રાજકીય પક્ષ રેલી કરે ત્યારે કાળા વાવટા ફરકાવવામાં આવે છે. વિરોધીઓએ અમારી સામે પણ ભૂતકાળમાં આ પ્રકારે વિરોધ કર્યો હતો. પરંતુ અમે શાંતિપૂર્વક તેનો સામનો કર્યો હતો. આપના કાફલા પર થયેલો હુમલો એ યોગ્ય નથી. અમે કોઇ પણ પ્રકારની હિંસાને ઉત્તેજન કે સમર્થન આપતા નથી.’

Follow Me:

Related Posts