ગુજરાત

અમે ડોક્ટરો સાથે ગાયોને વેક્સિનેશન કરાવીશું : ઈસુદાન ગઢવી

ગાયોનું જાે ભાજપ સરકાર વેકસીનેશસન ન કરી શકાય તો અમને કહો અમે વેકસીનેશન ડોકટરો સાથે જઈ કરાવીશું. આમ આદમી પાર્ટી પોતાનું ફંડ ઉઘરાવી અને વેકસીન લાવી અને વેકસીનેશન કરીશું. અમે સરકાર પાસે માગ કરીએ છીએ કે આમ આદમી પાર્ટીને તમે પરમિશન આપો તો અમે અમારા ડોક્ટરોની ટીમ સાથે ગાયોનું વેકસીનેશન કરીશું. વડાપ્રધાન ગુજરાત આવ્યા છતાં લઠ્ઠાકાંડમાં ૫૮ લોકોના મોત થયા તેના પર એક શબ્દ નથી બોલ્યા. ડેરીના ઉદ્‌ઘાટન માટે જાઓ છો પણ જે દૂધ આપે છે તેના મોત મામલે એક શબ્દ નથી.

ભાજપના નેતાઓ કેમ એક શબ્દ નથી બોલતા. ગાય માતા માટે ભાજપના નેતાઓ મરી પડતા હતા પરંતુ આજે એકપણ નેતાઓ બોલતા નથી. હવે ભાજપના નેતાઓ ગાય માતાનું નામ ના લે. લમ્પી વાઇરસના કારણે થયેલા ગાયોના મોત મામલે આજે ગાય પ્રેમીઓમાં રોષ છે. મીઠાના પાણીના ઇન્જેક્શન અપાય છે અને મોત થઈ રહ્યા છે છતાં ભાજપના નેતાઓ બોલતા નથી.રાજ્યમાં લમ્પી વાઇરસ વધ્યો છે. અનેક ગાયોના મૃત્યુ થઇ રહ્યા છે. લમ્પી વાઇરસને લઈ આમ આદમી પાર્ટીના નેશનલ જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હજારો ગાયોના મોત થયા છે.

ભાજપ સરકારે લમ્પી વાઇરસને ગંભીરતા ન લીધો અને ગાયોમાં વેકસીનેશન કરવાની જરૂર હતી છતાં આપવામાં આવી નહિ. જેના કારણે અનેક ગાયોના મોત થયા છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકામાં હજારો ગાયોના મોત થયા છે. ભાજપ સરકારની બેદરકારી અને નિષ્ફળતાના કારણે ગાયો મૃત્યુ થયા છે. રાજયમાં થયેલા લઠ્ઠાકાંડને સરકાર દ્વારા કેમિકલ કાંડમાં ખપાવવાનો પ્રયાસ થયા છે.

Related Posts