fbpx
અમરેલી

‘અમે બહુ કામ કરીએ છીએ’ એવો ઢોંગ સરકાર કેમ કરે છે? લોકોની લાગણી સાથે ખિલવાડન કરે અને ગુજરાતની પ્રજાના ઘાઉ ઉપર નમક નાખવાનું કામન કરે ધારાસભ્ય વિરજીકભાઇ ઠુંમર

ગુજરાત સરકારે અખબારોમાં 14 એપ્રિલ 2021 ના રોજ અડધા પાનાની જાહેરખબર આપી છે. શીર્ષક છે : ‘મળે જો સૌનો સાથ, તો આપીશું કોરોનાને મ્હાત’ પછી ‘સરકાર આ કરી રહી છે’ એવા હેડિંગ નીચે પાંચ મુદ્દાઓ જણાવ્યા છે : “[1] 3,50,000 રેમડેસિવિયના ઈન્જેક્શનો આપ્યા. [2] 71000 બેડની સુવિધા ઊભી કરી. [3] વેક્સિનની 94,98,762 ડોઝ આપ્યા. [4] રોજે 1,45,000 ટેસ્ટ કરવામાં આવે છે. [5] 1500 ધન્વંતરિ રથ અને 1500 સંજીવની રથ દ્વારા ઘરઆંગણે લોકોની તપાસ અને સારવાર.” ત્યાર બાદ ‘તમે પણ આટલું કરો’ એવા હેડિંગ નીચે લોકોને આઠ સલાહો આપેલ છે. જેમાં માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહનો સમાવેશ થાય છે. જાહેરખબરમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ફોટા છે. આ શું દર્શાવે છે શ્રી ઠુમ્મર


સરકારી આરોગ્યતંત્રનો લોકોને કડવો અનુભવ થઈ રહ્યો છે. ઠેર ઠેર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આબરુ બચાવવા આ જાહેરખબર આપી સરકાર લોકોની આંખોમાં ધૂળ નાખી રહી છે. 13 મહિનાનો સમય જતો રહ્યો; સરકારે સિવિલ હોસ્પિટલોની સુવિધાઓમાં વધારો ન કર્યો. ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા ન કરી. જો 71,000 બેડ ઉપલબ્ધ કરાવ્યા હોય તો લોકો સારવાર માટે હોસ્પિટલની બહાર શામાટે ઊભા રહે છે? રેમડેસિવિર ઈન્જેકશનો માટે લોકો વહેલી સવારથી લાઈનમાં કેમ ઊભા રહે છે? વેક્સિનના 94,98,762 ડોઝ આપ્યા હોય તો કોરોના સંક્રમણ ઘટવાને બદલે વધ્યું કેમ? વેક્સિનના બન્ને ડોઝ લેનાર ડોક્ટર/હેલ્થ વર્કર/સીનિયર સિટિઝનના કોરોનાથી મોત કેમ થાય છે? કોરોનાના લીધે મોત ઓછા થતાં હોય તો શબઘરમાં લાશોના ઢગલા કેમ છે? સ્મશાનમાં લાશો સમાતી નથી; એ સ્થિતિ કેમ છે? ધન્વંતરિ રથ/સંજીવની રથ દ્વારા કોરોનાની તપાસ અને સારવાર થતી હોય તો લોકો શામાટે ઊહાપોહ કરે છે? શું લોકો ખોટા છે? ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર


અમે બહુ કામ કરીએ છીએ’ એવો ઢોંગ કરીને લોકોને મૂરખ બનાવી શકાય ધારાસભ્યશ્રી વધારામાં જણાવ્યું હતું કે સરકાર સલાહ આપે છે કે ‘માસ્ક પહેરો ! સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો !’ સરકાર અને તેમના વડા મુખ્યમંત્રી/વડાપ્રધાન જો લોકો પ્રત્યે વાસ્તવમાં ચિંતિત હોત તો ચૂંટણીમાં ભાડાની ભીડ એકત્ર કરી ન હોત. કોરોના પ્રોટોકોલની ઐસીતૈસી કરી ન હોત. પોતાની રજતતુલાઓ કરાવી ન હોત. ‘કોર્પોરેટરી’ મહોત્સવો યોજ્યા ન હોત*! વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય

Follow Me:

Related Posts