અમ્યુકો દ્વારા કોરોના સારવારના ખાનગી હોસ્પિટલોને નાણાં ન અપાયા
( જી.એન.એસ), અમદાવાદ ,તા.૧૨
કોરોનાના સમયમાં અમદાવાદ મનપા દ્વારા અનેક ખાનગી હોસ્પિટલ સાથે ટાઇ અપ કરવામાં આવ્યું હતું.જાે કે, આમાંથી કેટલીક હોસ્પિટલોને હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું. કોર્પોરેશન દ્વારા ૫૭ જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે અને આ પેમેન્ટનો આંકડો ૧૦ કરોડથી વધારે છે.
જે હોસ્પિટલોને પેમેન્ટ નથી મળ્યા, તેમનો આક્ષેપ છે કે લાગવગ અને પ્રતિષ્ઠિત મોટી હોસ્પિટલોના જ પેમેન્ટ ચુકવાયા છે.આ અંગે અનેક હોસ્પિટલોએ આહનાને રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનના અધિકારીઓ બિનજરૂરી ક્વેરી કાઢી પેમેન્ટ અટકાવી રહ્યા છે.
Recent Comments