અમરેલી

અયોઘ્યા ખાતે યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું એલઈડી મોટા સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 

સાવરકુંડલા શહેરમાં નેસડી રોડ વજલપરા ખાતે આવેલ રામજી મંદિરે તારીખ ૨૨-૧-૨૪ ને સવારે ૧૦ થી ૧૨ – ૩૦ વાગ્યા સુધી અયોઘ્યા ખાતે યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું એલઈડી મોટા સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ નિમિત્તે દિવ્ય દર્શન મહા આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે સર્વ ભકતજનોએ આ દિવ્ય મહોત્સવના દર્શનનો લ્હાવો લેવા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા સસ્નેહ નિમંત્રિત કરવામાં આવેલ છે.

કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક એવા અયોધ્યાની પાવન ભૂમિ પર આગામી ૨૨ મી  જાન્યુઆરી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી રામલલ્લાની ૫૦૦  વર્ષના સંઘર્ષ બાદ ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, ત્યારે સાવરકુંડલા વજલપરા રામજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન મોટી એલઈડી  સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું જીવન પ્રસારણ તેમજ મહા આરતી તથા પ્રસાદનું આયોજન રાખવામાં આવેલું છે તો આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સાવરકુંડાની ધર્મપ્રેમી જનતાને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા ભાવભર્યું હાર્દિક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. મહોત્સવની તારીખ ૨૨ જાન્યુઆરી સોમવાર  સવારે ૧૦ થી ૧૨-૩૦ સુધી. સ્થળ શ્રી રામજી મંદિર, વજલપરા નેસડી રોડ સાવરકુંડલા.

Related Posts