બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ રિલીઝિંગ પહેલા જ માહોલ ગરમાવા લાગ્યો છે. એક બાજૂ ફિલ્મને બેન કરવાની માગ થઈ રહી છે, તો બીજી તરફ આ ફિલ્મ થિયેટર સુધી પહોંચી જાય તો, પણ તેને ફુંકી મારવાની ધમકી આવી રહી છે. હાલમાં જ આ ફિલ્મને લઈને અયોધ્યાના મહંત રાજૂ દાસે બહિષ્કારની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, હું દર્શકોને અપીલ કરુ છું કે, જે થિયેટરમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવશે, તેને ફુંકી મારવામાં આવશે. તેની સાથે જ રાજૂ દાસે બોલિવૂડ અને શાહરુખ ખાન પર સનાતન ધર્મની મજાક બનાવાનો આરોપ લગાવ્યો છે. રાજૂ દાસે કહ્યું કે, બોલિવૂડ અને હોલિવૂડ સતત એ પ્રયાસમાં લાગી રહે છે કે, કેવી રીતે સનાતન ધર્મની મજાક બનાવામાં આવે, કેવી રીતે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે, પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્વારા બિકિની પહેરીને સાધુ સંતો અને રાષ્ટ્રના રંગ ભગવાને ઠેસ પહોંચાડવામાં આવી છે, આ દુખદ છે.
રાજૂ દાસે કહ્યું કે, શાહરુખ ખાન સતત સનાતમ ધર્મની મજાક ઉડાવે છે, તેમણે પુછ્યું છે કે, શું જરુર હતી કે, ફિલ્મમાં ભગવા રંગની બિકિની પહેરાવીને નગ્ન અંગ પ્રદર્શન કરાવવું. આ કામ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવે છે. આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જાેઈએ. તેમણે કહ્યું કે, હું દર્શકોને અપીલ કરવા માગું છું કે, તેઓ ફિલ્મનો બહિષ્કાર કરે અને જ્યાં પણ ફિલ્મ લાગે, તે થિયેટરને ફુંકી મારે. જેવા સાથે તેવા જેવો જ વ્યવહાર થવો જાેઈએ. ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મને લઈને હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં થયેલું ભગવાનું અપમાન હિન્દુસ્તાન સહન કરશે નહીં. તેની સાથે જ તેમણે ફિલ્મને બોયકોટ કરવાની પણ માગ કરી છે.
Recent Comments