સુરક્ષાની જવાબદારી સોંપતા કંપનીના શેર ૧૦ ટકાથી વધુ વધીને ૫૨ સપ્તાહની ટોચે પહોંચ્યો અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ, મંદિર સંકુલની સુરક્ષાની જવાબદારી સુરક્ષા, સુવિધા વ્યવસ્થાપન અને રોકડ લોજિસ્ટિક્સ કંપની જીૈંજી લિમિટેડને સોંપવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઋતુરાજ સિંહાએ પોતે આની જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવતા જ કંપનીના શેરોમાં ધમાલ મચી ગઈ હતી. ગઈકાલે બીએસઈ પર તેનો શેર ૧૦ ટકાથી વધુ વધીને ૫૨ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. જીૈંજી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યાએ જીૈંજીને સત્તાવાર ખાનગી સુરક્ષા પ્રદાતા તરીકે નિયુક્ત કર્યા છે.
જાે કે, જ્યારે મંદિરનું બાંધકામ શરૂ થયું ત્યારે ત્યાં કંપનીના સિક્યોરિટી ગાર્ડ તૈનાત હતા. મતલબ કે કંપનીના કર્મચારીઓ મે ૨૦૨૨થી ત્યાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. પરંતુ આની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. સિક્યોરિટી ગાર્ડનો અર્થ સામાન્ય રીતે માત્ર માનવબળ હોય છે. પરંતુ અયોધ્યામાં જીૈંજી એ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના તૈયાર કરી છે. કંપની પાસેથી મળેલી માહિતી અનુસાર, મંદિર પરિસરમાં અને તેની આસપાસ સુરક્ષા માનવબળ તૈનાત કરવા ઉપરાંત, તેમને ભીડ વ્યવસ્થાપનમાં સામેલ કર્મચારીઓ માટે બોડી કેમેરા, ઝ્રઝ્ર્ફ વીડિયો માટે છૈં સહિતની શ્રેષ્ઠ-શ્રેષ્ઠ તકનીક પણ તૈનાત કરી છે.
તેની સિસ્ટર કંપની જીંટ્ઠૂેં પણ આમાં સામેલ છે. તેથી જ ઝ્રઝ્ર્ફ વિડિયો એનાલિટિક્સમાં છૈં (છૈં ર્કિ ઝ્રઝ્ર્ફ ફૈઙ્ર્ઘી છહટ્ઠઙ્મઅંૈષ્ઠજ) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ ડિલિવરી માટે સ્ટ્ઠિૈહીિ વાન પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે સ્અજીૈંજી એપ પરથી પણ માહિતી મેળવી શકાય છે. જીૈંજીના મેનેજિંગ ડાયરેક્ટર ઋતુરાજ સિંહાનું કહેવું છે કે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવતા તેઓ ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. તેમની ટીમ આ આઇકોનિક સાઇટની સલામતી અને પવિત્રતાને સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે સમર્પિત છે. આ પ્રતિષ્ઠિત પ્રસંગ ઉચ્ચ સ્તરની સુરક્ષા સેવાઓ પ્રદાન કરવા માટે જીૈંજીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓને સુરક્ષિત કરવાના અમારા મિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
જીૈંજી લિમિટેડ એક ભારતીય કંપની છે જેણે વિદેશોમાં પણ તેની હાજરી સ્થાપિત કરી છે. તેની કુલ સંપત્તિ ૧.૪ અબજ ડોલર છે. હાલમાં, જીૈંજીમાં ૨,૮૫,૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. દેશની વાત કરીએ તો, આજે જીૈંજી ૪૦૦ જિલ્લામાં ૬૫૦ થી વધુ ઓફિસો સાથે ખાનગી ક્ષેત્રના ટોચના ૧૦ નોકરીદાતાઓમાંનું એક છે. તે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી સુરક્ષા સોલ્યૂશન કંપની પણ છે. ગઈકાલે શનિવાર હતો. પરંતુ કેટલાક ખાસ કારણોસર બીએસઈ અને એનએસઈમાં કામગીરી થઈ હતી. શનિવારે ટ્રેડિંગ દરમિયાન જીૈંજી લિમિટેડનો શેર મ્જીઈ પર રૂ. ૪૮૪.૦૫ પર ખૂલ્યો હતો. અગાઉ તેના શેર રૂ. ૪૭૫.૦૫ પર બંધ થયા હતા. સેશન દરમિયાન એક તબક્કે, તેનો શેર રૂ. ૫૬૦ પર પહોંચ્યો હતો, જે ૫૨ સપ્તાહમાં તેનું સર્વોચ્ચ સ્તર છે.
Recent Comments