તા.૨૧-જાન્યુઆરીની રાત્રે ૦૯-૩૦ કલાકે અરવિદ બારોટ એન્ડ ગ્રુપ ડાયરાને ડોલાવશે. શોભાયાત્રા,ધર્મસભા, મહાઆરતી, અયોધ્યાનુ લાઈવ પ્રસારણ, ગામ ધુમાડાબધ ભોજન પ્રસાદ માળીલાના વતની-ઈફકોના ચેરમેન દિલીપભાઈ સઘાણી, નાયબ મુખ્ય દડક કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સારહી યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સઘાણી સહિત વિશાળ સખ્યામાં ગ્રામજનો–સુરતવાસીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો વિશાળ સખ્યામાં ઉપસ્થિત રહેશે.
દેશ માટે ગૌરવની ક્ષણ એવા અયોધ્યા ખાતે આગામી ૨૨-જાન્યુઆરીના રોજ રામલ્લાના રામ મદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સને વધાવવા સમગ્ર દેશ થનગની રહયો છે આ મહોત્સવમા અમરેલી તાલુકાનુ નાનુ એવુ માળીલા ગામ અનોખી રીતે ઉજવણી કરીને અયોઘ્યા મહોત્સવમા ઘ૨બેઠા સામેલ થાય તે અગેનુ ભવ્ય આયોજન કરવામા આવેલ છે.
માળીલા ખાતે તા. ૨૧-જાન્યુઆરી ને રવિવારના રોજ રાત્રીના ૦૯-૩૦ આયોજીત લોકડાયરામા અરવિદ બારોટ એન્ડ ગ્રુપ કલાપ્રસ્તુતી કરી ડાયરો ડોલાવશે. તા.૨૨-જાન્યુઆરી ને સોમવારના રોજ સવારના ૦૯-૦૦ કલાકે શોભાયાત્રા, ૧૦-૦૦ કલાકે ધર્મસભા તેમજ અયોધ્યા ખાતેના કાર્યક્રમનુ લાઈવ ટેલીકાસ્ટ પ્રસારણ, મહા આરતી અને ગામ ધુમાડા બધ મહાપ્રસાદ વિગેરે કાયક્રમો યોજાશે.
આ કાર્યક્રમમા માળીલાના વતની ઈફકો-એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સઘાણી સહિતના મહાનુભાવો અને વિશાળ સખ્યામા ગ્રામજનો – સુરતવાસીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો વિશાળ સખ્યામા ઉપસ્થિત રહેશે તેમ અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.
Recent Comments