અયોધ્યા મંદિર પરિસરમાં જ મોત, સુરક્ષામાં તૈનાત એસએસએફ જવાનને માથાના ભાગે વાગી ગોળી
અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષા માટે તૈનાત જવાનનું ગોળી વાગતા મોત થતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. રામ જન્મભૂમિ સંકુલમાં એક એસએસએફ જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે. આ ગોળી વાગતા જવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ એસએસએફ જવાન રામ જન્મભૂમિની સુરક્ષા માટે તૈનાત હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ ગયા બાદ જવાનને ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યા આ એસએસએફ જવાનને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
આ ઘટના રામ મંદિરના ૧૫૦ મીટરના વિસ્તારમાં જ બની હતી.આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હોવાનું સામે આવ્યું છે. શત્રુઘ્ન વિશ્વકર્મા આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામનો રહેવાસી હતા. તેઓ વર્ષ ૨૦૧૯ ની બેચના હતા. તેઓ પીએસસી માંથી એસએસએફ માં તૈનાત હતા. નોંધનીય છે કે, મંદિરની સુરક્ષા માટે એસએસએફ ફોર્સની રચના કરવામાં આવી છે. આ જવાનને ગોળી વાગવયના બનાવ બાદ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં મુખ્ય વાત તો એ છે કે આ જવાનને ગોળી કેવી રીતે વાગી તે અંગે હજી સ્પષ્ટતા સામે આવી નથી.જવાનને ગોળી લગભગ સવારે ૫ વાગ્યાના સમયે વાગી હતી.જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે હવે આ રિપોર્ટ આવ્યા બાદ અને તપાસ બાદ જવાનના મોત પાછળનો ભેદ ઉકેલાશે. પોલીસે મૃતક સૈનિકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે.
Recent Comments