અયોધ્યા મુકામે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા રઘુવંશી સમાજની અનોખી પહેલ.
સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજે તારીખ ૨૨ જાન્યુઆરી એટલે કે અયોધ્યા ખાતે આયોજિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી જલારામબાપાના મુખ્ય યજમાન પદે શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટની પ્રેરણાથી જલારામ મંદિર તથા લોહાણા મહાજન વાડી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તારીખ ૨૨મી જાન્યુઆરીના રોજ અહીંના જલારામ મંદિર ખાતે બપોરે ૧૨-૨૦ મહાઆરતી સાંજે ચારથી આઠ અન્નકૂટ ઉત્સવ અન્નકૂટ ઉત્સવના દાતાશ્રી સ્વ. મહેશકુમાર વિઠ્ઠલદાસ વિઠ્ઠલાણી હ. ગં. સ્વ. જયોતિબેન મહેશકુમાર વિઠ્ઠલાણી તથા સાંજે ૭-૩૦ કલાકે લોહાણ મહાજન વાડી ખાતે સમૂહજ્ઞાતિ ભોજન પ્રસાદ અને રાત્રે ૯-૩૦ કલાકે જલારામ મંદિરે હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન કરવામાં આવશે એમ સાવરકુંડલા લોહાણા મહાજન તથા જલારામ મંદિર વતી રમુદાદા પરેશભાઈ એન. કોટક જસવંતરાય એમ સરૈયા દ્વારા જયસિયારામ પાઠવ્યા છે એમ લોહાણા મહાજન મંત્રી રાજુભાઈ નાગ્રેચાએ જણાવ્યું હતું. આમ સાવરકુંડલા રઘુવંશી સમાજ તારીખ ૨૨જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામના ચરણોમાં વંદન સાથે આનંદ ઉત્સાહ સાથે આ પાવન પર્વને દિપાવશે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રભુ શ્રી રામના જન્મ સ્થાન અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર સાવરકુંડલા રઘુવંશી સમાજ પ્રભુ શ્રી રામભક્તિમાં લીન બનશે
Recent Comments