લખનૌ ઁય્ૈંમાં ૮૫ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ૧૯૯૨થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા
અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે લખનૌની જીય્ઁય્ૈં હોસ્પિટલમાં નિધન થયું. વિગતો મુજબ બુધવારે સવારે ૮ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસજી ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસ પહેલા તેમની તબિયત અચાનક બગડી ગઈ ત્યારબાદ તેમને લખનૌના જીય્ઁય્ૈં માં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના મતે તેમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમની હાલત ગંભીર રહી હતી.
આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું હતું કે, લાંબી બીમારી બાદ તેમનું લખનૌના પીજીઆઈમાં સવારે ૮ વાગ્યે અવસાન થયું છે. તેમના મૃતદેહને પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. તેમના શિષ્યો તેમના પાર્થિવ દેહ સાથે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. અંતિમ સંસ્કાર ૧૩ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે. તાજેતરમાં, પીજીઆઈએ એક આરોગ્ય બુલેટિન જારી કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે.
૪ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આચાર્ય સત્યેન્દ્ર દાસના ખબરઅંતર પૂછવા માટે જીય્ઁય્ૈં પહોંચ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને લકવો (સ્ટ્રોક) થવાને કારણે ૨ ફેબ્રુઆરીએ સૌપ્રથમ અયોધ્યાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ડોક્ટરોએ જીય્ઁય્ૈં રેફર કર્યા હતા. જીય્ઁય્ૈં હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આચાર્ય સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પણ પીડિત હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસે લગભગ ૩૩ વર્ષ રામ મંદિરની સેવામાં વિતાવ્યા. ફેબ્રુઆરી ૧૯૯૨માં, જ્યારે ‘વિવાદાસ્પદ જમીન’ને કારણે રામ જન્મભૂમિની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવી, ત્યારે જૂના પૂજારી મહંત લાલદાસને દૂર કરવાની ચર્ચાઓ શરૂ થઈ. દરમિયાન, ૧ માર્ચ, ૧૯૯૨ના રોજ, સત્યેન્દ્ર દાસની નિમણૂક ભાજપના સાંસદ વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને તત્કાલીન ફૐઁ વડા અશોક સિંઘલની સંમતિથી કરવામાં આવી હતી. સત્યેન્દ્ર દાસે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે ૧૯૭૫માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર અયોધ્યાના મઠ મંદિરોમાં શોક છવાયો છે.
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ ૧૯૯૨ માં બાબરી ધ્વંસના લગભગ ૯ મહિના પહેલાથી રામ લલ્લાની પૂજા પૂજા કરતા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ ૧૯૭૫માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આ પછી ૧૯૭૬માં તેમને અયોધ્યાની સંસ્કૃત કોલેજના વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી. વિવાદિત માળખાના ધ્વંસ પછી ૫ માર્ચ ૧૯૯૨ ના રોજ તત્કાલીન રીસીવરએ મને પુજારી તરીકે નિયુક્ત કર્યા. શરૂઆતમાં તેમને માસિક મહેનતાણું તરીકે ફક્ત ૧૦૦ રૂપિયા મળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં વધારો થવા લાગ્યો. ૨૦૨૩ સુધી તેમને માત્ર ૧૨ હજાર માસિક માનદ વેતન મળતું હતું પરંતુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી તેમનો પગાર વધીને ૩૮૫૦૦ રૂપિયા થઈ ગયો.
Recent Comments