સૌરાષ્ટ - કચ્છ

અયોધ્યા રામ મંદિરમાં આજીવન બે સમયનો પ્રસાદનો થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે

જલારામ બાપાના મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ પ્રસાદ મુદ્દે મુકેલી દરખાસ્ત અયોધ્યાના શ્રી રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર કરી

અયોધ્યા રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને માત્ર એક મહિનાનો સમય બાકી છે. ત્યારે રાજકોટના વીરપુરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરાઇ છે. અયોધ્યા રામ મંદિરમાં આજીવન બે સમયનો પ્રસાદનો થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે. તેમજ શ્રી રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ મગજનાં લાડુનો પ્રસાદ પણ અપાશે. તો મહત્વનું છે કે જ્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરના નિર્માણની વાત શરૂ થઇ હતી. ત્યારે જલારામ બાપાના મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ પ્રસાદ મુદ્દે દરખાસ્ત મૂકી હતી. જે અયોધ્યાના શ્રી રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર કરી છે. જેને લઇ આગામી ૨ જાન્યુઆરીએ જલારામ મંદિરના ૬૦ જેટલા સ્વયંસેવકો પ્રસ્થાન કરશે.અને અયોધ્યામાં જઇને મગનો પ્રસાદ બનાવશે.જે બાદ ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠામાં દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચશે. આ સ્વયંસેવકો ખાસ ડ્રેસ કોડમાં મંદિરમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ અયોધ્યા મંદિરમાં આજીવન પ્રસાદનો થાળ પણ જલારામ મંદિર તરફથી અપાશે.

Related Posts