અમરેલી

અરજદાર ની હાલત ચુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ. પ્રધાનમંત્રી આવાસ યોજના ની રકમ અર્બન માં સાડા ત્રણ લાખ રૂરલ માં એક લાખ વિસ હજાર ગ્રામ્ય આવાસ માં રકમ વધારો સરપંચ ખુમાણ

દામનગર ના શાખપુર ની સાંસદ સમક્ષ રજૂઆત  નગરપાલિકા વિસ્તારમાં વડાપ્રધાન આવાસ યોજનાની સહાય સાડા ત્રણ લાખ રૂપિયા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવાસ મકાનની સહાય માત્ર એક લાખ વિસ હજાર રૂપિયા કોરોનાકાળ પછી મટીરીયલ માં દરેક વસ્તુમાં જંગી વધારો થયેલો છે જેથી ગામડામાં કોઈ પણ અરજદાર ને મકાન મંજૂર થાય તો નાની રકમના હિસાબે એસ્ટીમેન્ટ પૂરતું થઈ શકતું નથી જેના કારણે ગરીબ પરિવારને મકાન નું કામ પૂર્ણ થઈ શકતું નથી અને અધિકારીઓ સરકારમાંથી દબાણ હોય છે કે મકાનના કામ પૂરા કરાવો જેથી અરજદારને સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ સર્જાય છે જેથી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા સંસદ શ્રી નારણભાઈ કાછડીયા સમક્ષ વડાપ્રધાન આવાસ ની રકમ ગામડામાં પણ નગરપાલિકા વિસ્તારની સાથે જ ૩.૫૦.૦૦૦ જેવી રકમ ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનું મંજૂર થયેલું મકાન શાંતિ રીતે સારું પૂર્ણ કરી શકે જેથી સરકારશ્રીમાં આ રકમ ગામડામાં વડાપ્રધાન આવાસ યોજનામાં પણ વધારો કરવામાં આવે તેવી રજૂઆત સાંસદ સમક્ષ શાખપુર સરપંચ શ્રી જસુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે

Related Posts