ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષાને લઇને થયેલી એક અરજી મામલે આજે હાઇકોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે અરજદારોને મેઇન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો છે. ખરેખરમાં, ય્ઁજીઝ્ર વર્ગ ૧ અને ૨ તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી પ્રક્રિયા મુદ્દે પરીક્ષાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની આજે સુવાનણી થઇ હતી અને કોર્ટે અરજદારના તરફેણમાં આજે હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જીપીએસસીએ, ય્ઁજીઝ્ર વર્ગ ૧ અને ૨ તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરની ભરતી માટેની પરીક્ષાની ગઇ ૧૧ જાન્યુઆરીના રોજ પ્રૉવિઝનલ આન્સર કી બહાર પાડી હતી, આ પછી ૧૦ એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. આ બન્ને આન્સર કી ની વિસંગતતાના કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાની વાત થઇ અને બાદમાં હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નેગેટીવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની વાત સામે આવી હતી. એટલુ જ નહીં ફાઇનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ તમામ અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળ્યા બાદ આજે એક મહત્વનો હુકમ આપ્યો હતો. હાઇકોર્ટે અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો હતો. અરજદાર પરીક્ષાર્થીઓના પરિણામને સીલ કવરમાં રાખવા પણ કોર્ટે જીપીએસસીને આદેશ કર્યો છે. ખાસ વાત છે કે, હવે આ અરજીને લઇને આગામી ૭ જૂને આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. ૧૦ મેના રોજ અન્ય ૪૦ અરજીઓ ઉપર પણ હાઇકોર્ટમાં સુનાવણી માટે કોર્ટે આપી પરવાનગી આપી દીધી છે.
અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવામાં આવશે ઃ ગુજરાત હાઇકોર્ટનો ય્ઁજીઝ્ર પરીક્ષા મામલે ખાસ હુકમ

Recent Comments