ગુજરાત

અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ગમખ્વાર અકસ્માતઅકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત

શિયાળો આવતા જ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. ત્યારે અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બાઈક અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં અંબાસર (મહાદેવપુરા)ના રહેવાસી યુવકોના મોત નિપજ્યા છે.

દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી નામના યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. યુવકોના મોતને લઈ સમગ્ર અંબાસર ગામમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ફરાર થયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts