fbpx
ગુજરાત

અરવલ્લીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ મોડાસા ખાતે સીઆર પાટીલે સંગઠન સાથે કરી ચર્ચા

હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કા માટે મતદાન યોજવાનું છે, આવા સમયે તમામ જવાબદાર કાર્યકરો પોતાની પાર્ટીને વિજયી બનાવવા માટે મતક્ષેત્રોમાં જઇને પોતાના ઉમેદવારને વિજયી બનાવવા યથાગ મહેનત કરી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ઓચિંતી મુલાકાત લીધી હતી. શહેર ભાજપ, જિલ્લા તાલુકા સંગઠન તમામની સાથે ચર્ચા વિચારણા કરી પણ ચાલું ચૂંટણીના માહોલમાં અચાનક સી.આર પાટીલનું અરવલ્લી આવવું બહુ જ સૂચક મનાય છે. હાલ અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો કોંગ્રેસ હસ્તક છે અને ભાજપ માટે આ બેઠકો આંચકી લેવા માટે એડી ચોંટીનું જાેર લગાવાઈ રહ્યું છે. પણ પ્રદેશ પ્રમુખ દ્વારા આવી બેઠકો પર કોઈ વિજય મંત્ર સંગઠન અને ઉમેદવારોને આપ્યો હોય એવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

Follow Me:

Related Posts