૧૫મી ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી મોડાસા ખાતે થવાની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૧૪ અને ૧૫ તારીખે મોડાસા રોકાવાના છે. ૧૪ તારીખે રાજ્યપાલ પણ મોડાસાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ત્યારે સરકારી કચેરીઓને રંગ રોગાન કરી સજાવવામાં આવી છે. ખાસ તમામ કચેરીઓને અવનવા રંગીન લાઈટોથી સજાવવામાં આવી છે. જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ,જિલ્લા પોલીસ વડાની કચેરી તેમજ અન્ય કચેરીઓ પણ અલગ અલગ રંગની રોશની કરવામાં આવી છે. રાત્રી દરમિયાન આ તમામ કચેરીઓ ઝળહળી ઉઠી છે, અને આખું વાતાવરણ નયનરમ્ય જાેવા મળ્યું.
રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લામાં મુખ્ય ૩ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. જેમાં એક છે ૧૪મી ઓગસ્ટના રોજ મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં યોજાનાર એટ હોમ કાર્યક્રમ. આ એટહોમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનવંતા રાજ્યપાલ શ્રી આમંત્રિત મહેમાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી આમંત્રિત મહેમાનો સાથે સુભેચ્છા મુલાકાત કરશે. રાષ્ટ્રગાન અને હાઈ ટી સાથે કાર્યક્રમની સમાપ્તિ થશે. આ કાર્યક્રમોને લઈને જિલ્લાની તમામ કચેરીઓને ભવ્ય લાઈટિંગ કરી શણગારવામાં આવી છે.
૧૪મી ઓગસ્ટ મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જીલ્લાની વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનીત કરવામાં આવશે. આ સાથે જ જીલ્લાની પરિચય પુસ્તિકા અને કોફી ટેબલ બૂકના વિમોચન કરવામાં આવશે. રમત ગમત અને યુવા વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમ લોકોમાં આઝાદીના જશ્નને લઇને દેશપ્રેમ જાગૃત કરશે. ૧૫મી ઓગસ્ટ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ધ્વજ ફરકાવશે. રાષ્ટ્રગાન, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા અને દેશભક્તિ ગીતો સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રીના ઉદબોધન બાદ પોલીસ બેન્ડની સુરાવલીથી કાર્યક્રમ શોભી ઉઠશે. પોલીસ વિભાગ દ્વારા પરેડ, મોક ડ્રીલ, મોટરસાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો યોજવામાં આવશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ દર્શાવવામાં આવશે. કાર્યક્રમ સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
Recent Comments