fbpx
ગુજરાત

અરવલ્લી જિલ્લામાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યોવધુ પડતા પાણીને પગલે પાકમાં ફૂગ અને સુકારાનો રોગ આવ્યો

અરવલ્લી જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા રાખી બેઠેલા ખેડૂતોને હાલ ૧૦૦ મણ ઉત્પાદની આશા સામે માત્ર ૩૦ મણ ઉત્પાદન મળે તેવી સ્થિતિ હાલ જાેવા મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લાના કે જ્યા કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસુ સીઝન દરમિયાન ખેડૂતોએ ૩૦ હજાર હેક્ટર જમીનમાં એક વીઘા પાછળ ૩૦ હજાર ખર્ચ કરી કપાસનું વાવેતર કર્યું હતું.

પરંતુ વાવેતર બાદ સમયસર વરસાદ નહિ પડવાના અભાવે ખેડૂતોએ પિયત કર્યું અને ત્યાર બાદ મેઘરાજા મહેરબાન થયા અને વરસાદ વરસ્યો જેથી વધુ પડતા પાણીને પગલે પાકમાં ફૂગ અને સુકારાનો રોગ આવ્યો જેના કારણે કપાસનો પાક સુકાઈ જતા ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં કુલ ૧.૮૦ લાખ હેક્ટર જમીનમાં મગફળી , કપાસ ,મકાઈ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જે પૈકી બીજા ક્રમે કપાસનું વાવેતર થયુ હતું. પરંતુ કપાસનું વાવેતર બાદ વધુ પડતા પાણીને કારણે કપાસના પાકમાં મોટું નુકશાન થયુ છે. ખેડૂતોએ એક વીઘા પાછળ ૧૦૦ મણ ઉત્પાદનની આશા રાખી હતી. જેની સામે માત્ર ૩૦ મણ જેટલું ઉત્પાદન મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતા જગતના તાતને કફોડી હાલતમાં મુકવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા પાક નુક્શાનનીનું સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.

Follow Me:

Related Posts