અરિજીત સિંહ, આ નામ સાંભળતા જ તમારા કાનમાં કોઇને કોઇ ગીત ગૂંજવા લાગે છે. પ્રેમમાં દિલ તૂટ્યા હોય તેવા લોકોના ફેવરેટ સિંગર અરિજીત સિંહ આજે એટલે કે ૨૫ એપ્રિલે પોતાનો ૩૬મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ ૧૯૮૭માં પંજાબી પિતા અને બંગાળી માતાને ત્યાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો. તેમના પરિવારનો મ્યુઝિક સાથે ઘણો જૂનો સંબંધ છે, તેને સિંગર બનવાની પ્રેરણા ઘરેથી મળી હતી. બંગાળી હોવાને કારણે, અરિજીત તેના ફેન્સ માટે હિન્દી અને બંગાળી બંને ભાષાઓમાં ગીતો ગાય છે. તેણે રાજેન્દ્ર પ્રસાદ હજારી પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યું, ધીરેન્દ્ર પ્રસાદ હજારીએ તેને તબલાની તાલીમ આપી, અને અરિજીતે બિરેન્દ્ર પ્રસાદ હજારી પાસેથી પોપ મ્યુઝિક શીખ્યું.
અરિજીત સિંહે રિયાલિટી શો ગુરુકુલ અને ઈન્ડિયન આઈડલથી તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં સંજય લીલા ભણસાલીએ તેમને ફિલ્મોમાં ગાવાની તક આપી. અરિજીતે તેની કરિયરનું પહેલું ગીત ‘સાવરિયા’ ફિલ્મમાં ગાયું જે તેનું ડેબ્યુ સોન્ગ બન્યું. આ પછી, તેના દરવાજા બોલિવૂડ માટે ખુલ્યા અને આગામી પ્રોજેક્ટ મહેશ ભટ્ટની ફિલ્મ ‘મર્ડર ૨’ માટે સાઈન કરવામાં આવ્યો. આ ફિલ્મનું સોન્ગ ‘ફિર મોહબ્બત’ ખૂબ જ પોપ્યુલર થયું અને અરિજીત સિંહને ફેન્સ વચ્ચે ઓળખ મળી. આજે અરિજીત સિંહ બોલિવૂડના મોટા સિંગર્સમાંથી એક છે. અરિજીત સિંહ ખૂબ જ શરમાળ અને પર્સનલ સ્વભાવનો વ્યક્તિ છે, સાથે જ તે જમીન સાથે જાેડાયેલો છે. તે ઘણી વખત એવોર્ડ શોમાં સાદા કપડા અને ચપ્પલ પહેરીને જાેવા મળ્યો છે.
માત્ર ૩૬ વર્ષની ઉંમરે તેને પ્લેબેક સિંગિંગનો ‘બાદશાહ’ કહેવામાં આવે છે. તેની પર્સનલ લાઇફ પણ કોઈ ફિલ્મ કહાનીથી ઓછી નથી અને વ્યક્તિ તેના અવાજથી તેનું દુખ અનુભવી શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ ૨૦૦૫માં સિંગિંગ રિયાલિટી શો ‘ગુરુકુલ’એ તેને ન માત્ર ઓળખ આપી, પરંતુ આ શોમાં તે તેની પહેલી પત્નીને પણ મળ્યો. અરિજીત સિંહે બે લગ્ન કર્યા છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૩ માં, અરિજિત સિંહ એક મ્યુઝિક પ્રોગ્રામર તરીકે કામ કરી રહ્યો હતો અને પછી તેણે તેના પહેલી રિયાલિટી શો ફેમ ‘ગુરુકુલ’ની કો-કન્ટેસ્ટન્ટ રૂપરેખા બેનર્જી સાથે લગ્ન કર્યા. જાે કે, તેની પહેલી પત્ની સાથેનું તેનું લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શક્યું નહીં અને ટૂંક સમયમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. અરિજીત સિંહે પહેલા લગ્ન તૂટવાના કારણો પર ક્યારેય ખુલીને વાત નથી કરી. આ પછી કોયલ રોયે તેના જીવનમાં પ્રવેશ કર્યો, જેની સાથે અરિજીતે પછીથી બીજા લગ્ન કર્યા.
કોયલ અને અરિજિત બાળપણના મિત્રો છે, બંનેએ ૨૦ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ પશ્ચિમ બંગાળના તારાપીઠ મંદિરમાં બંગાળી વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. અરિજીત સિંહ અને તેની પત્ની કોયલ રોયને ત્રણ બાળકો છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે કોયલે પણ અરિજીત સાથે બીજા લગ્ન કર્યા હતા, તેને તેના પહેલા પતિથી એક દીકરી પણ છે. અરિજિતની નેટવર્થની વાત કરીએ તો તે બોલિવૂડના સૌથી મોંઘા સિંગર્સમાંથી એક છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ એક સોન્ગ માટે લગભગ ૮ થી ૧૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે તે એક કલાકના કોન્સર્ટ માટે ૧.૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની એક વર્ષની કમાણી લગભગ ૫૭ કરોડ એટલે કે ૭ મિલિયન યુએસ ડોલર છે. તેને પોતાને ‘સેલિબ્રિટી’ કહેવાનું પસંદ નથી.
Recent Comments