અરુણાચલના પૈંગિનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) અનુસાર, આજે સવારે ૮ઃ૫૦ વાગ્યે અરુણાચલ પ્રદેશના પેંગિનની ઉત્તરે ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. આંચકા અનુભવાયા બાદ સ્થાનિક લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે ૨૨ જુલાઈએ અરુણાચલના તવાંગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ માપવામાં આવી હતી.
Recent Comments