રાષ્ટ્રીય

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પેમાં ખાંડુ અને ઉપમુખ્યમંત્રી તરીકે ચૌના મીને શપથ લીધાકેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા રહ્યા શપથવિધિમાં હાજર

પેમા ખાંડુ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ભાજપના સિનિયર નેતા છે. ૨૦૧૧ માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દોરજી ખાંડુના મૃત્યુ પછી તેમણે ૨૦૧૬ માં રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ તેમના પિતાની બેઠક મુક્તો પરથી ચૂંટણી લડીને બિનહરીફ ચૂંટાયા હતા. ૨૦૧૬માં તેમણે નબામ તુકી બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સપ્ટેમ્બર ૨૦૧૬ માં, તેમણે પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાવા માટે કોંગ્રેસના ધારાસભ્યોના જૂથનું નેતૃત્વ કર્યું, અને ત્યાંથી ઝ્રસ્ બન્યા. આ પછી તેઓ અને તેમનું જૂથ ડિસેમ્બરમાં ભાજપમાં જોડાયા હતા. ૨૦૧૯ માં, તેઓ મુક્તો બેઠક પરથી ફરીથી ચૂંટાયા અને મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યું હતું. ખાંડુ, હિંદુ કોલેજ, દિલ્હીમાંથી ઇતિહાસ સ્નાતક, મોનપા જાતિમાંથી આવે છે, જે મુખ્યત્વે તવાંગ અને પશ્ચિમ કામેંગના ભાગોમાં વસે છે. બૌદ્ધ ધર્મને અનુસરતા ૪૫ વર્ષીય ખાંડુ આ વખતે સરહદી જિલ્લા તવાંગની મુક્તો બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે.

પેમા ખાંડુ એ સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે અને ચૌના મીને રાજ્યના ઉપમુખ્યમંત્રીના શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ બુધવારે ઇટાનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવી અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી. સાંજે, ખાંડુ ચુગ અને ઘણા ધારાસભ્યો સાથે રાજ્યપાલ લેફ્‌ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેટી પરનાઈકને મળવા રાજભવન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પેમા ખાંડુની સાથે ૧૦ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. નવા કેબિનેટ મંત્રીઓમાં પીડી સોના, મામા ન્ટુંગ, દસાંગલુ પુલ, કેન્ટો જીની, જીડી વાંગસુ, બિયુરામ વાહગે, ન્યાતો દુકામ, વાંગકી લોવાંગ, બાલો રાજા અને ઓઝિંગ ત્સિંગનો સમાવેશ થાય છે.

૬૦ સભ્યોની વિધાનસભામાં શાસક ભાજપે ૪૬ બેઠકો જીતી હતી, જ્યારે એનપીપીને ૫, એનસીપીને ત્રણ અને પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલ (પીપીએ)ને બે બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે એક બેઠક અને અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. ભાજપે અરુણાચલ પ્રદેશની બંને લોકસભા બેઠકો જીતી લીધી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે અહીં ૧૯ એપ્રિલે લોકસભાની ચૂંટણી પણ યોજાઈ હતી.

Related Posts