fbpx
ગુજરાત

અરેઠમાં વરરાજાને થઇ ગયું એવું કે મંગળ ગીતોની જગ્યાએ મરશીયા ગાવા પડ્યા !

સુરત જિલ્લાના અરેઠ ગામે લગ્નના મંગળ ગીતોની જગ્યાએ મરસિયાં ગવાયાં હતાં. લગ્ન પ્રસંગમાં નાચતી વખતે વરરાજાને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વરરાજાનું મોત નીપજ્યું હતું, જેથી પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ પેદા થયો હતો. વરરાજાના ઘરે ઘરે રાખેલા મંડપ મુહૂર્ત પ્રસંગે નાચતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, જેમને સારવાર અર્થે ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. યુવાનની વરયાત્રાની જગ્યાએ નીકળેલી સ્મશાનયાત્રાથી ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. પોલીસસૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા મિતેશભાઈ ચૌધરી (33)ના લગ્નનો મંડપ મુહૂર્તનો પ્રસંગ હતો. મંડપ મુહૂર્તના પ્રસંગમાં સાંજના જમણવારનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડીજેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ડીજેના કાર્યક્રમમાં બધા નાચતા હતા. એ દરમિયાન વરરાજા મિતેશભાઈ પણ જોડાયા હતા. તેમને નાચતી વેળા અચાનક જ છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જેથી સંબંધીઓ મોટરસાઈકલ પર અરેઠ સરકારી દવાખાનામાં લઈ ગયા હતા, જ્યાંથી બારડોલી ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Follow Me:

Related Posts