બોલિવૂડ

અર્જુન કપૂર ‘પુષ્પાઃ ધ રુલ’ફિલ્મમાં પોલીસ ઓફિસર બનશે?

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ની રિલીઝને લગભગ ૧૦ મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં આ ફિલ્મનો જાદુ હજુ પણ ઓડિયન્સના દિલો-દિમાગ પરથી ઓસર્યો નથી. વારે-તહેવારે આ ફિલ્મના ગીતો અને અલ્લુની ફેમસ એક્શન તથા ડાયલોગ જાેવા મળી રહ્યા છે. દર્શકો સુપર હિટ ફિલ્મ ‘પુષ્પઃ ધ રાઈઝ’ પછી તેની સિક્વલ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રુલ’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને ઓડિયન્સની નાડ પારખી ગયેલા મેકર્સ પણ આ ફિલ્મને જલ્દીથી જલ્દી દર્શકો સમક્ષ લાવવાની કોશિશ કરી રહ્યા છે અને આ ફિલ્મના પ્રિ-પ્રોડક્શનનું કામ ઝડપથી આટોપવાની તૈયારી થઈ રહી છે. આ ફિલ્મ માટે અલ્લુએ મસ મોટી રકમ ફી તરીકે માંગી હોવાના સમાચારની સાથે ફિલ્મના કાસ્ટિંગને લઈને પણ નવા સમાચાર સામે આવ્યા છે. 

એક મીડિયા રિપોર્ટ મુજબ, ‘પુષ્પાઃ ધ રુલ’ના પ્રોડક્શનનું કામ ૨ ઓક્ટોબરથી શરુ થઈ ગયું છે અને તેમાં બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની એન્ટ્રી થઈ શકે છે. ફિલ્મના ડિરેક્ટર સુકુમાર સાથે અર્જુનની વાતચીત ચાલી રહી છે અને અર્જુન કપૂર પોલીસ ઓફિસરનું કેરેક્ટર ભજવી શકે છે પરંતુ તેના વિશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં ફિલ્મ ટીમ દ્વારા અર્જુનની ગ્રાન્ડ એન્ટ્રીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, અગાઉ અર્જુન ફિલ્મના પહેલા ભાગના ભરપૂર વખાણ કરી ચૂક્યો છે. ખાસ કરીને, ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની સાથે ફિલ્મની ટ્રીટમેન્ટને તેણે વખાણી હતી.  ‘પુષ્પાઃ ધ રુલ’નું શૂટિંગ હૈદરાબાદમાં થવાનું છે અને ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે મૂળ ફિલ્મની એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ નજર આવવાની છે.

ગત ભાગમાં અભિમાની પોલીસ ઓફિસરનું કેરેક્ટર ભજવનાર ફહાદ ફાઝીલની સાથે અર્જુનની શાનદાર એક્શન સિક્વન્સનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ચોર અને પોલીસ વચ્ચે પોલિટિશિયનની રાજ રમતને સિક્વન્સમાં ભવ્ય રીતે રજૂ કરવા માટે રૂપિયા ૪૦૦ કરોડનું બજેટ નક્કી કર્યું હોવાના પણ અહેવાલ સામે આવી ચૂક્યા છે. હવે, ફિલ્મમાં અર્જુનનું કેરેક્ટર કેવા અંદાજમાં રજૂ થશે અને છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં ફ્લોપ સાબિત થઈ રહેલા અર્જુનનું  પોલીસ ઓફિસરનું પાત્ર આ ફિલ્મમાં ફિટ બેસસે કે નહીં? તે સવાલ દર્શકોની વચ્ચે ચર્ચાઈ રહ્યો છે.

Related Posts