અર્થશાસ્ત્ર માં બધા ને સમજ ના પડતી હોય એમાં પણ દેશ ના અર્થ તંત્ર માં તો ભલભલા ગોટે ચડી ગયા છે વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદધારાસભ્ય
અમરેલી અર્થશાસ્ત્ર માં બધા ને સમજ ના પડતી હોય એમાં પણ દેશ ના અર્થ તંત્ર માં તો ભલભલા ગોટે ચડી ગયા છે વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદધારાસભ્ય.અમરેલી પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક પ્રેસ નિવેદન સાથે જણાવ્યું હતું કે સામાન્ય સમજ તો પડવી જોઈએ કે ૧૯૪૭ થી ૨૦૧૪ સુધી માં દેશ નું દેવું ૫૫ લાખ કરોડ હતુંજેમાં વગર ટોલ ટેક્ષે હાઇવે બન્યા ….ઍરપોર્ટ બન્યા …ગંજાવર હોસ્પિટલો પુલો બન્યા દેશ માં કોઈ કહેતા કોઈ વ્યવસ્થા નહોતી ત્યાં સંદેશાવ્યવહાર ઉભો કર્યો શિક્ષણ ઉભું થયું ત્રણ ત્રણ યુદ્ધો લડાયા
દેશ ની સેના ૩૦૩ રાઇફલ થી મિસાઈલ ટેકનોલોજી પર આવી ગયા આ ૬૭ વરસ માં તો પણ દેવું પ્રમાણ વગર વધ્યું નથીઅને છેલ્લા દસ વરસ માં કશું નક્કર થયું નથી એકેય યુદ્ધ પણ લડાયું નથી તો પણ દેશ નું દેવું ૬૭ વર્ષ કરતા ત્રણ ગણું વધી ને ૨૦૫ લાખ કરોડ પર પહોંચી ગયુંઅને દેશ ની ૭૦ ટકા જનતા ભુખમરી પર આવી ગઈ છે ઇન્ટરનેશનલ સસ્તા આઈ એમ એફ તરફથી જે અહેવાલ દુનિયાનું બહાર પડ્યો છે તેમાં જીડીપીના સો ટકા થી દેવું વધુ છે કૃષિ દર છેલ્લા વર્ષમાં સાત ટકા માંથી દોઢ ટકા થયો છે હજુ કૃષિ દર ઘટશે સરકાર જ દાવો કરે છે કે ૮૦ કરોડ લોકોને રાશન આપે છે એમાં પણ જુઠ હશે શ્રી ઠુંમર પૂર્વ સાંસદ
આ સમજવા સાયન્ટિસ્ટ હોવું કે અર્થશાસ્ત્રી હોવું જરૂરી નથી પણ સામાન્ય સમજ શક્તિ ની જરૂર છેસરકાર કહે છે કે ચિંતા ની કોઈ વાત નથી જેમણે કોઈ દિવસ રૂપિયા કમાયા નથી એ લોકો કહે છે કે ચિંતા ની વાત નથી એક રિતે એ લોકો પણ સાચા છે એમને શેની ચિંતા હોય એમણે ક્યાં કમાઈ ને ચુકવવા ના છે ? હાલના કૃષિ દર એ વધારે ઘટાડો થાય તો ભવિષ્યની ચિંતા ખૂબ વધવાની છે તેની ચિંતા કરતા શ્રી ઠુમરે નાહક બાબતોથી ભાજપ દૂર રહી લોકોની જે સમસ્યા છે તે સમસ્યાને બદલે લાગણી ભડકાવાની જે વાતો કરે છે તે દુઃખદ તેમ શ્રી અંતમાં શ્રી ઠુંમરે જણાવ્યું હતું જણાવ્યું હતું
Recent Comments