ભાવનગર

અલંગ આવી રહેલ જહાજ માંથી થયેલ ચોરી મામલે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ એલસીબી પોલીસને તપાસ સોંપવા માં આવી

અલંગ આવી રહેલ જહાજ માંથી થયેલ ચોરી મામલે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ એલસીબી પોલીસને તપાસ સોંપવા માં આવી તળાજા તાલુકા ના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ના શિપ બ્રેકર મુકેશ ભાઈ બાલા ભાઈ પટેલની માલિકીના પ્લોટ . વી-૭ના આર. કે. ઇન્ડસ્ટ્રીઝ(યુનિટ-૨)માં છેલ્લા પચીસ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા સંજય હસમુખભાઈ ઠાઠાગર (ઉ. વ. ૪૭ રે. ભાવનગર)એ મરીન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, સાઉથ આફ્રિકાના મોજલ બે પોર્ટમાંથી ડીવી-ઓરકા નામ નું જહાજ ખરીદી અહીં તોડવા માટે ટગ દ્વારા ખેંચીને લાવવા માં આવતું હતું. જહાજના એજન્ટ કંપાસ શિપિંગ છે. મહુવાના કતપર પાસે જહાજ પહોંચતા જહાજ પર ચડીને મધ દરિયે જ ચાલુ જહાજમાંથી દરિયાઈ તસ્કરોએ ચોરીને અંજામ આપવાનું શરૂ કર્યુ હતું જે બનાવ માં 70 લાખ રૂપિયાના કીમતી માલ સામાન ની ચોરી મામલે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથક માં ગુનો નોંધાયો હતો આ બનાવને સમગ્ર તપાસ ભાવનગર એલસીબી પોલીસ ને સોંપવા માં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts