ભાવનગર

અલંગ પાસે બાબરવા ખાતે રવિવારે શ્રી છગનદાદા કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ અધ્યક્ષસ્થાને સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરી

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણાર અંતર્ગત અલંગ પાસે બાબરવા ખાતે રવિવારે શ્રી છગનદાદા કન્યા  છાત્રાલયનો લોકાર્પણ સમારોહ યોજાશે. અહીં અધ્યક્ષ સ્થાને સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરી રહેશે.

કર્મયોગી સંસ્થા એટલે શ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી સંસ્થાના આયોજન સાથે રવિવારે અલંગ પાસે બાબરવા ખાતે રવિવારે શ્રી છગનદાદા કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં  અધ્યક્ષ સ્થાને જાણિતા સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરી રહેશે.

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણાર અંતર્ગત અલંગ પાસે બાબરવા ખાતેના આ સમારોહમાં અગ્રણીઓ શ્રી ઓધવજીભાઈ પટેલ તથા શ્રી ચેતનસિંહ વાળાના હસ્તે દીપ પ્રાગટય કરાશે. આ પ્રસંગે શ્રી રાજનભાઈ ભટ્ટ, શ્રી પોપટભાઈ બાથાણી તથા શ્રી સવજીભાઈ ગાંગાણીના હસ્તે નુતન ભવનનું લોકાર્પણ થશે. આ નિર્માણમાં પીડીલાઈટ ઉદ્યોગ તરફથી પણ સહયોગ મળેલ છે.

Related Posts