અલખના આરાધક શ્રી ધનાબાપુસંતશ્રી ધનાબાપુનો જન્મ સાવરકુંડલામાં થયો હતો.તેમને માતાપિતા પાસેથી વારસામાંથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું.
તેઓ બાળપણથી ગરીબ – દીનદુઃખીઓની સેવામાં જ વ્યસ્ત રહેતાં યુવાન વયે પહોંચેલાં ધનાબાપુને લગ્ન કરવા ન હતાં પણ માતાપિતાના દબાણવશ તેમને લગ્ન કરવા પડ્યા. સતત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેતાં ધનાબાપુને સંસારમાં તેનું મન અકળાવવા લાગ્યુંસમર્થ ગુરુ શ્રી ગોવિંદાબાપુનું સાનિધ્ય સાંપડતાં જ ધના ભગત ઈશ્ર્વર ભક્તિમાં લીન રહેવા લાગ્યા.સંસાર ત્યાગી ભગવત ભક્તિમાં લીન એવા ધનાબાપુ જ્યારે ઝૂંપડીમાં ઈશ્ર્વર સ્મરણ કરતાં ત્યારે સાપ વીંછી સહિતના અનેક જીવજંતુઓ તેમની ઉપરથી પસાર થતાં પણ તે મૌન માર્ગના ઊંડા દરિયામાં ડૂબકી લગાવતાં હોય તેમ તેઓ એકચિત્તે આસન લગાવી બેસતાં. ધનાબાપુએ ભગવતભક્તિ સાથે દીન દુઃખી, ગરીબ, અબળા અને અબોલ જીવને પોતાનું દુઃખ માનીને અવિરત સેવા કાર્ય કરતાં રહ્યાં.
ધનાબાપુએ દર પૂનમે ભજન અને ભોજનની પરંપરા શરૂ કરી હતી. તેમણે અનેક ગરીબ પરિવારના દિકરા દિકરીઓના લગ્ન માટે જગ્યા આપી હતી. કોરોના કાળ દરમિયાન અવિરત ગરીબ અને દીનદુઃખી માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. જે ખરેખર કાબીલેદાદ છે. સંત શ્રી ધનાબાપુ સતત ૧૪ વર્ષ સુધી મૌન રહ્યાં હતાં. મૌન દરમિયાન ચૂંટણી અધિકારી અને વસતીગણતરી અધિકારી આશ્રમમાં આવતાં ત્યારે પાર્ટીમાં લખી સહકાર આપતાં. સંત શ્રી ધનાબાપુના સત્સંગથી અધિકારી વર્ગમાં પણ મૌનનો મહિમા વધ્યો. સંત શ્રી ધનાબાપુ કહેતાં કે મૌન એ પારસમણિ છે.
મૌનથી વ્યક્તિના તમામ સંકલ્પ વિકલ્પ મટી જાય છે. અને માત્ર ને માત્ર શાંતિની અનુભૂતિ થાય છે. આજીવન ભગવતભક્તિ અને લોકસેવામાં રત રહેતાં એવાં શ્રી ધનાબાપુની વિદાયથી સંત સમુદાય અને સેવકગણમાં આંચકાની અનુભૂતિ થઈ હતી. તેમની વિદાય વેળાએ અનેક સંતોએ હાજરી આપી હતી. હાલ સંતશ્રી ધનાભગતની જગ્યાના મહંત શ્રી રામજીબાપુ સેવા પૂજા કરી રહ્યા છે.
–પ્રસ્તુતિ મનીષભાઈ બી. વિંઝુડા. સાવરકુંડલા
Recent Comments