અલીગઢના મંદિરમાં મુસ્લિમ પરિવારે કરી પૂજા, માતાને ચૂંદડી ચઢાવી કોમી એકતાની મિસાલ સાબિત કરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/03/File-01-Page-12-16-1140x620.jpg)
શહેરના એક પ્રખ્યાત મંદિરમાં મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવતી પૂજા ચર્ચાનો વિષય બની છે. મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિના પરિવારે મંદિરમાં જઈને માતાને ચૂંદડી ચઢાવી અને પોલીસ સ્ટેશન દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા સરાય મિયાં સ્થિત મંદિરમાં તેમના આશીર્વાદ લીધા હતા. સોમવારે રાત્રે મંદિરમાં પૂજા કરવા આવેલા આ પરિવારે કહ્યું કે, તેઓ દરેક ધર્મના છે.
તેઓ દરેક ધર્મમાં માને છે અને તેઓએ માનતા માની હતી, આ બાદ તે પૂર્ણ થતાં તેઓ તેમની ફરજ નિભાવવા આવ્યા હતા. આ પરિવારે પોતાની ભાવનાથી બતાવ્યું છે કે, સામાન્ય લોકો મંદિર મસ્જિદના નામે વિભાજિત થતા નથી. આ વિસ્તારના રહેવાસી મનજીત સિંહે જણાવ્યું કે, નવરાત્રિમાં મુસ્લિમ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી હતી. સિંહના કહેવા પ્રમાણે, એક જ પરિવારના ૧૦-૧૫ લોકોએ આવીને માતાની પૂજા કરી, શ્રૃંગાર સામગ્રી અને નારિયેળ પણ ચઢાવ્યું હતું. બરાબર એ જ રીતે નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે. સિંહે કહ્યું કે, તેની માનતા પૂર્ણ થઈ છે, તેથી તે માતા પ્રત્યે પોતાની લાગણી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગે છે.
મુસ્લિમ શ્રદ્ધાળુએ શું કહ્યું?..તે પણ જાણો… સરાય મિયાં જંગલ ગાદીના રહેવાસી અને માતાના મંદિરમાં ચૂંદડી ચઢાવનાર કફીલ કુરેશીએ કહ્યું કે, ‘હું તમામ ધર્મોનું સન્માન કરું છું. આજે મેં મારી ફરજ પૂરી કરી છે. હું હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપી રહ્યો છું. માતાની આરતી અને પૂજા કરીને મેં એ પણ બતાવ્યું કે, એક ધર્મની બીજા પ્રત્યેની ફરજ શું છે. જ્યારે અમારા નેતાઓ અજમેર શરીફ જાય છે અને ચાદર ચઢાવે છે, ત્યારે મેં ખુશીથી મારી માતાને ચૂંદડી અર્પણ કરી હતી. હું તમામ સમાજને હિંદુ-મુસ્લિમ એકતા જાળવી રાખવા અને દેશની અખંડિતતા માટે પોતાની ફરજાે નિભાવવાની અપીલ કરું છું.
Recent Comments