બોલિવૂડ કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઓક્ટોબરમાં આ કપલ લગ્ન કરશે જેની ચર્ચા અત્યારથી થઈ રહી છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. બંને દિલ્હીમાં લગ્ન કરશે. થોડા દિવસ પહેલા આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. સાથે જ ઈકો ફ્રેન્ડલી લગ્નની પણ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નમાં હોલિવૂડ સ્ટાર્સ પણ હાજરી આપશે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા અત્યારે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ બોલિવૂડ કપલ દિલ્હીમાં લગ્ન કરશે. તેમજ મુંબઈમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અલી ફઝલે પોતાના હોલિવૂડ મિત્રોને પણ લગ્નનું કાર્ડ મોકલ્યું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અલી ફઝલે ય્ીટ્ઠિઙ્ઘિ મ્ેંઙ્મીિ ટ્ઠહઙ્ઘ ત્નેઙ્ઘૈ ડ્ઢીહષ્ઠરને લગ્નનું ઈન્વિટેશન મોકલ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ કપલના લગ્નમાં હોલિવૂડથી મહેમાન આવશે. જાે કે તેને લઈને હજી સુધી સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
તમને જણાવી દઈએ કે અલી ફઝલ અને રિચા ઋઢ્ઢા પર્યાવરણને લઈને ઘણા જાગૃત છે. બંનેએ પોતાના લગ્નને ઈકો ફ્રેન્ડલી બનાવવાનો ર્નિણય કર્યો છે. આ લગ્નમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ બાયોડીગ્રેબલની વસ્તુઓ ઉપયોગ કરવામાં આવશે. સાથે અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ દિલ્હીની સાથે મુંબઈમાં પણ રિસેપ્શન રાખશે. આ રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીના મિત્રો સહિત પરિવારના લોકો પણ સામેલ થશે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા બંને લાંબા સમયથી સાથે છે. કોરોના મહામારીના કારણે લગ્ન કેન્સલ રાખ્યા હતા. લાંબી રાહ જાેયા પછી હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સના અનુસાર, બંનેએ વર્ષ ૨૦૧૨માં ફિલ્મ ફૂકરેના સેટ પર મળ્યા હતા. તેના થોડા સમય પછી બંનેએ ડેટિંગ શરૂ કરી દીધું હતું.
Recent Comments