fbpx
અમરેલી

અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા રાજુલા સિવિલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડરોની ફાળવણી

અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને લઈ ઓક્સિજનની અછતને પહોંચી વળવા રાજુલા જનરલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા.

રાજુલા પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભી તેમજ આરએમઓ શ્રી શક્તિ કુમાર ખુમાણએ આ ઔદ્યોગિક સંસ્થાઓઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉમદા કાર્યમાં અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા સિમેન્ટ વર્કસ જાફરાબાદના અધિકારી શ્રી અભિજીત જૈન, પ્રશાંત મિશ્રા, રાજેન્દ્ર કુશ્વાહા, રુદ્ર ભટ્ટ તેમજ ગુજરાત સિમેન્ટ વર્કસ -કોવાયાના અધિકારી શ્રી જી.જી. રાવ તથા રમાકાન્ત શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજનના કિસ્સામાં આત્મનિર્ભર બનવા જિલ્લામાં ઔદ્યોગિક સંસ્થાઓના સહિયોગથી ઓક્સિજન સિલિન્ડરો તેમજ કોન્સન્ટ્રેટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય વધુ ૨૫ સિલિન્ડરોનો ઓર્ડર આપવામાં આવ્યો છે જે આવતી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં જરૂરિયાત મુજબ હોસ્પિટલને ફાળવવામાં આવશે.

Follow Me:

Related Posts