અલ્પેશ ઠાકોરે ફોર્મ ભરવા જતી વેળાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં શક્તિ પ્રદર્શન કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧ ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. જ્યારે બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરે ફોર્મ ભરવા જતી વેળાએ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મેયર હિતેશ મકવાણા સામે જાેઇને પોતાના અંદાજમાં મજાક કરતાં કહ્યું હતું કે, ‘ઉમેદવારના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી તો બધાય ઉમેદવાર હોય, નામ ફાયનલ થઇ જાય એટલે થાય કે આપડે ઉમેદવાર નથી’ ગાંધીનગરના મિની કમલમ તરીકે ઓળખતા ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વડાપ્રધાને આપણને ફ્રી વેક્સિન અને ફ્રી અનાજ આપ્યું છે, ભાજપના કાર્યકરોએ ઘણી સેવા આપી કરી છે.
ગુજરાતના દરેય નાગરીકને લાગે છે કે, આ ગુજરાત એમણે બનાવ્યું છે. છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચ્યા છે. આપણે કોઈને હરાવવા નહીં પરંતુ જીતવા નીકળ્યાં છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના અંદાજમાં ઉમેદવારી અંગે મેયર હિતેશ મકરવાણાની હળવી મજાક પણ કરી હતી. આ સભામાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને જીતાડો એવી વિનંતી કરૂ છું. આજના યુવાનોને કદાચ ખબર નહીં હોય કે ૨૭ વર્ષ પહેલાં ગુજરાત કેવું હતું. અત્યારે ગામડે ગામડે પાણી પહોંચ્યું છે. પહેલાં જગ્યાએ જગ્યાએ ભાઇ રાજ ચાલતું હતું. ઠેકઠોકાણે અલગ અલગ ડોન હતા. ત્યારે વિકાસ ગુજરાતનો નહીં પણ નેતાઓનો થતો હતો. આ વખતે દક્ષિણ ગાંધીનગર બેઠક પર શંભુજી ઠાકોરનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.
ત્યારે આજે અલ્પેશ ઠાકોર દ્વારા રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર હિતેશ મકવાણા સહીતના ભોજના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સીટિંગ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરે બાઝી મારી લીધી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગાંધીનગરના મિની કમલમ તરીકે ઓળખતા ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં સભા યોજવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક આ ચૂંટણી માટે કેન્દ્રબિન્દુ બની ગયું છે.
ઠાકોર સમાજની બહુમતી ધરાવતી આ બેઠકને ૨૦૦૮માં ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રથી અલગ કરવામાં આવી હતી. ત્યારથી ૨૦૧૨ અને ૨૦૧૭માં બે ચૂંટણીઓ થઈ હતી. બંને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવારો સામે જીત મેળવી હતી. ૨૦૧૨માં શંભુજીએ કોંગ્રેસના જુગાજી ઠાકોરને ૮૦૦૦થી વધારે મતોના અંતરથી હરાવ્યા હતા. જ્યારે ૨૦૧૭માં કોંગ્રેસના ગોવિંદજી સોલંકીને ૧૧,૫૦૦થી વધારે મતોના અંતરથી હરાવીને શંભુજી ઠાકોરે જીત મેળવી હતી. ત્યારે આ વખતે ભાજપે છેલ્લી બે ચૂંટણીઓ રાધનપુર બેઠક ઉપરથી લડનારા અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.
Recent Comments