fbpx
બોલિવૂડ

અલ્લુ અર્જુનને રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર

અલ્લુ અર્જુન, જે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા અભિનેતાઓમાંના એક છે અને તેઓ ઉત્તમ અભિનયથી લોકોના દિલો પર રાજ કરે છે, તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેની ફિલ્મ પુષ્પા માટે તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ૬૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં દેશના રાષ્ટ્રપતિએ તમામ વિજેતાઓને એવોર્ડ આપ્યા, જેમાંથી એક અલ્લુ અર્જુન છે.

૨૪ ઓગસ્ટના રોજ વિજેતાઓની યાદી બહાર પાડવામાં આવી હતી, ત્યારબાદ આજે તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અલ્લુ અર્જુનને આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેના ઘરે ઉજવણીનો માહોલ જાેવા મળ્યો હતો. તેને તેના તમામ ચાહકો તરફથી અભિનંદન મળ્યા હતા. અલ્લુ અર્જુને પુષ્પામાં શાનદાર કામ કર્યું છે. તેણે પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. તેની સ્ટાઈલ હોય કે ડાયલોગ ડિલિવરી, દરેક વસ્તુને લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો. હવે, તેમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરવા માટે, તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યાં એક તરફ અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર બન્યો. તો આલિયા ભટ્ટને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને મિમી ફિલ્મ માટે કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

સુકુમારે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે જેના માટે અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદન્ના જાેવા મળી હતી. આ ફિલ્મને સાઉથ સિનેમા તેમજ હિન્દી દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. વિશ્વભરમાં આ ફિલ્મે ૩૬૫ કરોડથી વધુની કમાણી કરી હતી. હવે પુષ્પા ૨ પણ આવતા વર્ષે ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે. અલ્લુ અર્જુનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લા ૨૦ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. તેણે ૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ ગંગોત્રીથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. જે પછી તેણે ક્યારેય પાછું વળીને જાેયું નથી અને તેના શાનદાર અભિનયથી લોકો પર ઊંડી છાપ છોડી હતી.

Follow Me:

Related Posts