અલ્લુ અર્જૂનની ડિમાન્ડ આગળ પ્રોડ્યુસર્સે ઝુંકવું પડ્યું
એક જ ફિલ્મની સફળતાથી રાતોરાત પાન ઈન્ડિયા સ્ટાર બનેલા સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અત્યારે ફિલ્મ શ્ ‘પુષ્પાઃધ રુલ’ નું શૂટિંગ કરી રહ્યો છે. અલ્લુની ‘પુષ્પાઃ ધ રાઈઝ’ એ દેશભરમાં ધૂમ મચાવી હતી અને ભારત ઉપરાંત વિશ્વભરમાં વાહવાહી લૂંટવામાં સફળ રહી હતી. આ ફિલ્મના આગામી પાર્ટમાં પણ અલ્લુની સાથે રશ્મિકા મંદાના જાેડી જમાવશે. અલ્લુએ આ ફિલ્મ માટે રૂપિયા ૧૨૫ કરોડની ડિમાન્ડ કરી હતી અને પ્રોડ્યુસર્સે અલ્લુ અર્જુનની ડિમાન્ડ સામે ઝૂકવું પડ્યું છે. આ સાથે જ, ફિલ્મના ડિરેકટર સુકુમારને ફી પેટે ૫૦ કરોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે, શાનદાર અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લગાવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાને ફક્ત રૂપિયા ૫ કરોડ જ ફી આપવામાં આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર અને એક્ટ્રેસ વચ્ચેના પેમેન્ટ ગેપ વિશે અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે. અનેક ટેલન્ટેડ અભિનેત્રીઓ આ અંગે સ્ટેટમેન્ટ આપી ચૂકી છે પરંતુ વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા નજીકના ભવિષ્યમાં બદલાય તેમ લાગતું નથી.
Recent Comments