૧૬ વર્ષ પહેલા રિલીઝ થયેલ અવતાર એ દર્શકોના મનમાં પોતાનો જબરદસ્ત ચાર્મ ફેલાવ્યો હતો. ડાયરેક્ટર જેમ્સ કેમરોનની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’એ બોક્સ ઓફિસ પર પોતાનો ઝંડો ગાઢ્યો છે. આ પછી હવે આ ફિલ્મે ઈતિહાસ રચીને ઓસ્કરના સ્ટેજ પર પણ પોતાનું નામ નોંધાવ્યું છે. ખાસ વાત એ છે કે, ૧૬ વર્ષ પહેલા રિલીઝ થયેલી અવતારને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં પણ ટાઈટલ મળ્યું હતું. જેમ્સ કેમરોન અને તેમની આખી ટીમ આ સમાચારથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
રીપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ૨૫૦ મિલિયન ડોલરના બજેટમાં બની છે. રિલીઝ પછી, ફિલ્મે વિશ્વભરમાં ૧.૭ અબજની કમાણી કરી. સમાચાર અનુસાર, આ પહેલા ૨૦૦૯માં રિલીઝ થયેલા ઓરિજિનલ અવતારને ત્રણ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ ર્ં્્ પર પોતાનો ચાર્મ ફેલાવવા જઈ રહી છે. માહિતી અનુસાર, આ ફિલ્મ આ ૨૮મી માર્ચથી ર્ં્્ પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેની માહિતી અવતારના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે.
તેથી જેમણે અત્યાર સુધી આ ફિલ્મનો આનંદ માણ્યો નથી તે ર્ં્્ પર રિલીઝ થવાના આ સમાચારથી ખુશ છે. બીજી તરફ જાે ફિલ્મની વાત કરીએ તો, જેમ્સ કેમરોન અને જાેન લેન્ડ્યુએ આ ફિલ્મ બનાવી છે. જ્યારે, તેનું નિર્દેશન જેમ્સ દ્વારા કરવામાં આવ્યું છે. પટકથા લેખક છે જેમ્સ કેમેરોન, રિક જાફા, અમાન્દા સિલ્વર, જાેસ ફ્રીડમેન અને શેન સાલેર્નો. સ્ટાર કાસ્ટમાં સેમ વર્થ્િંાગ્ટન, ઝો સાલ્ડાના, સિગૉર્ની વીવર, સ્ટીફન લેંગ અને કેટ વિન્સલેટનો સમાવેશ થાય છે. એકંદરે, તમે ફિલ્મનો મહત્તમ શ્રેય જેમ્સ કેમરનને આપી શકો છો.
Recent Comments