હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરનું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે. ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જાેવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જાેવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જાેવા મળશે. ટીઝર જાેઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો. આ ફિલ્મનો કેટલોક ભાગ પાણીની અંદર શૂટ કરાયો છે. હાલ જાે કે ફિલ્મનું ટીઝર ધૂમ મચાવી રહ્યું છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર દર્શકો આફરીન થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર જાેઈને તમને આખી ફિલ્મ જાેવાની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ જેમ્સ કેમરૂનના દિગ્દર્શન હેઠળ બની છે જેમાં ર્ઢી જીટ્ઠઙ્મઙ્ઘટ્ઠહટ્ઠ, જીૈર્ખ્તેહિીઅ ઉીટ્ઠદૃીિ, જીટ્ઠદ્બ ઉર્િંરૈહખ્ર્તંહ, ઝ્રઙ્મૈકક ઝ્રેિંૈજ, જીંીॅરીહ ન્ટ્ઠહખ્ત, ડ્ઢટ્ઠદૃૈઙ્ઘ સ્ર્ર્િી, ઝ્રઝ્રૐ ર્ઁેહઙ્ઘીિ, ઈઙ્ઘૈી હ્લટ્ઠઙ્મર્ષ્ઠ, દ્ભટ્ઠંી ઉૈહજઙ્મીં અને ત્નીદ્બટ્ઠૈહી ઝ્રઙ્મીદ્બીહં, જેવા અદભૂત કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મ અંગ્રેજી, તમિલ, હિન્દી, મલિયાલમ, તેલુગુ અને કન્નડમાં ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.
અવતાર-૨નું ટીઝર બહાર આવ્યું વિઝ્યુઅલ્સ જાેઈને રૂવાટાં ઉભા થઈ જશે

Recent Comments