રાષ્ટ્રીય

અવમાનની શક્તિ સંસદ અથવા વિધાનસભા કાયદો બનાવીને આંચકી શકે નહીં :સુપ્રીમ


સુપ્રીમ કોર્ટે દહિયાને અદાલતની અવમાનના નોટિસ પાઠવતાં પૂછ્યું હતું કે કોર્ટને નારાજ કરવાના પ્રયાસ માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવે. દરિયાએ કોર્ટને જણાવ્યું તેની પાસે દંડ ચૂકવવા માટે સંશાધન નથી અને તે દયા અરજી લઈને રાષ્ટ્રપતિ પાસે જશે. સુપ્રીમ કોર્ટે દહિયાની વર્ષ ૨૦૧૭ના કોર્ટના આદેશને રદ કરવા માટે કરેલી વિનંતીના કેસની સુનાવણી કરી હતી. કોર્ટે ૨૦૧૭માં એક આદેશમાં કોઈપણ સફળતા વિના આટલા વર્ષોમાં ૬૪ જનહિત અરજીઓ દાખલ કરવા અને કોર્ટના ન્યાયીક ક્ષેત્રનો વારંવાર દુરુપયોગ કરવા માટે દહિયાને રૂ. ૨૫ લાખનો દંડ કર્યો હતો.સંસદ અથવા વિધાનસભા કાયદો બનાવીને પણ કોર્ટનની અવમાનનાની શક્તિઓ આંચકી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણીમાં જણાવ્યું હતું.

આ સાથે કોર્ટે ‘બદનક્ષી અને ધમકાવવા’ બદલ ૨૫ લાખ રૂપિયાનો દંડ જમા નહીં કરાવવા માટે એક એનજીઓના અધ્યક્ષ રાજીવ દહિયાને દોષિત ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એનજીઓના અધ્યક્ષ કોર્ટની અવમાનના બદલ સ્પષ્ટપણે દોષિત છે અને અમારું માનવું છે કે કોર્ટની બદનક્ષીના તેમના કૃત્યને જરા પણ સાંખી લેવાય નહીં. ન્યાયાધીશો સંજય કિશન કૌલ અને એમએમ સુન્દરેશની બેન્ચે કહ્યું કે એનજીઓ સુરાજ ઈન્ડિયા ટ્રસ્ટના અધ્યક્ષ રાજીવ દહિયા કોર્ટ, વહીવટી કર્મચારીઓ અને રાજ્ય સરકાર સહિત બધા જ લોકો પર ‘કિચડ ઉછાળતા’ રહ્યા છે. બેન્ચે કહ્યું કે, અવમાનના માટે દંડ કરવાની શક્તિ એક બંધારણીય અધિકાર છે, જેને સંસદ અથવા વિધાનસભા કાયદો બનાવીને આંચકી શકે નહીં. કોર્ટે દહિયાને નોટિસ પાઠવવામાં આવી અને તેને ૭મી ઑક્ટોબરે સજા સંભળાવવા માટે કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ અપાયા હતા. નાણાંની વસૂલાત સંબંધે બેન્ચે કહ્યું કે તે જમીન મહેસૂલના એરિયર્સ તરીકે લઈ શકે છે.

Related Posts