ભાવનગર

“અવસર” કેમ્પેન અંતર્ગત કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન વધારવાના “અવસર” કેમ્પેન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડી.કે પારેખની અધ્યક્ષતામાં આજરોજ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

        આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા જણાવ્યું હતું કે અવસરના બેનર્સ પ્રદર્શિત કરવા, સેલ્ફી પોઇન્ટ, પેટ્રોલ પમ્પ ખાતે બેનર્સ પ્રદર્શિત, શેરી નાટકનાં કાર્યક્રમો, રેડિયો અને ટીવી પ્રચાર પ્રસાર અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

        આ બેઠકમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એસ. એન. કટારા, નિવાસી અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts