લોકસાહિત્ય સેતુ.અમરેલીનીતા.૨૦/૮/૨૩ રવિવારની બેઠકમાં.ઉત્પલ દવે”આકાશ” ની લખેલ ૬૦ જેટલી ગઝલનાં સંગ્રહનું તેમની સ્મૃતિમાં દવે પરિવાર દ્વારા આજરોજ બાલભવનમાં.કલાકારો,લેખકો તથા સાહિત્યકાર રસિક ભાઈબહેનોને હાજરીમાં વિમોચન કરાયું.શ્રી અરવિંદભાઈ દવેએ કવિનો પરિચય,કૃતિની માહિતી અને “આકાશ સેવા સેતુ “ની પ્રવૃતિ અંગે માહિતી આપી..તેમના પુત્ર સ્વ. ઉત્પલભાઈ ની સ્મૃતિમાં ૪ ખુરશીઓ સંસ્થાને ભેંટ આપી..
તે બાદ શ્રી વાસુદેવભાઇ સોઢાએ “અવસર” સંગ્રહ તથા તેમાંની કેટલીક કૃતિઓ રજૂ કરી વિશ્લેષણ કરીને ને વિશિષ્ટતા તથા તેમનાં કવિત્વની સુંદર રજુઆત કરી.કવિશ્રી કનવરે..તેમની આકર્ષક શેલીમાં ઉત્પલ દવે “આકાશ” વિશે થોડી પંક્તિમાં પણ ધારદાર વાત કરી.ગઝલ સંગ્રહ “અવસર ” વિમોચન મહાનુભાવો.તથા સાહિત્યકારોનાસર્વશ્રી મુકુંદભાઈ મહેતા ,ભરતભાઈ મકવાણા,મોટભાઈ સંવટ ,નારણભાઈ ડોબરિયા,મહેન્દ્રભાઈ જોષી,ઉમેશભાઈ જોષી,હસુભાઈ જોષી,ગોરધનભાઈ સુરાણી,કનુભાઈ (કનવર)વાસુદેવભાઈ સોઢા,રજનીભાઈ ભટ્ટ,અશ્ર્વિનભાઈ ત્રિવેદીજેવા મહાનુભાવોના હસ્તે કરાયું . ઉપસ્થિત ભાઈબહેનો એ તાળીઓથી વધાવ્યું.
મોટાભાઈ તથા અન્ય આમંત્રિત દ્વારા સ્વ.ઉત્પલભાઈના સાહિત્ય અંગે પ્રસંશા કરી તથા તેમની યાદમાં દવે પરિવાર દ્વારા થતી પ્રવૃતિને બિરદાવી.અંતે સંગ્રહને મળેલ અનેક સંદેશની જાણકારી અરવિંદભાઈએ આપી. લોકસાહિત્ય સેતુ સંસ્થાએ કરેલ આયોજન બદલ ૠણસ્વિકાર કર્યો.આ પ્રસંગે શિવમ ઉત્પલ દવેએ પણ સર્વે વ્યવસ્થા અને કાર્યક્રમ ને અંતે મહેમાનોને આઇસક્રીમ થી આવકાર્યા. ઉપસ્થિત દરેક ભાઈબહેનોને “અવસર”સંગ્રહની કૃતિ ભેંટ આપવામાં આવી અને આભાર માનવામાં આવ્યો.


















Recent Comments