અવિરત વરસાદ બાદ અમરેલી જિલ્લાના ગીર પંથકમાં કુદરતનો અદભુત નજારો જોવા મળ્યો
અમરેલી જિલ્લામાં કુદરતે સોળે કળાએ પ્રકૃતિનું સૌંદર્ય પાથર્યું હોય તેમ દરિયો, ડુંગર અને ગાંડી ગિરનું જંગલ પણ અમરેલી જિલ્લામાં હોય ત્યારે એકધારા અવિરત વરસાદથી જંગલ વિસ્તારોમાં જાણે લીલીછમ ચાદર પથરાઈ ગઈ હોય તેવો આંખોને આંજી નાંખનારો નજારો ગીરના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ધારી ગીરનું જંગલ અને તુલસીશ્યામ જંગલ સાથે સાવરકુંડલાના મિતીયાળાનું જંગલ હોય ને ગાંડી ગીરના સિંહો ચોમાસામાં બૃહદ ગીર વિસ્તારોમાં વધુ પડતા વિસ્તારોને સામ્રાજ્ય સ્થાપ્યું હોવાથી હાલ ગીરના વિસ્તારોમાં અવિરત વરસાદથી કુદરતે લીલીછમ ચાદર જાણે ધરતી માતા પર બિછાવી દીધી હોય ને ચારેકોર વહેતા ઝરણાઓ આંખોની ચમક વધારી આપે તેવા અદભુત નજારો ધારી ના ખોડિયાર ડેમ પર 15 ફૂટ નીચે ખળખળ વહેતો ધોધ જોવા સહેલાણીઓ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા છે ને માં ખોડિયારના મંદિરે દર્શન કરીને દર્શનાર્થીઓ ખોડિયાર ધોધ પર આવે છે ને નયનરમ્ય નજારો માણે છે
Recent Comments