fbpx
રાષ્ટ્રીય

અશોક ગેહલોત રામદેવ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા, ત્યાં થયું કઈક આવું કે, જાેઇને…

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શુક્રવારે જૈસલમેર પાસે રામદેવરામાં લોકદેવતા બાબા રામદેવ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓએ સીએમ અશોક ગેહલોત સામે જ મોદી મોદીના નારા લગાવવા માંડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાે કે મોદી મોદીના નારા મંદિરમાં લગાવવા છતાં સીએમ અશોક ગેહલોત મરક મરક હસતાં જાેવા મળ્યા. તેમણે કોઈ પણ નારાજગી વ્યક્ત કર્યા વગર બધાનું અભિવાદન કર્યું અને આગળ વધી ગયા. અત્રે જણાવવાનું કે સીએમ અશોક ગેહલોત સામે મંદિરમાં મોદી મોદીના નારા લાગવાનો વીડિયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતે ટ્‌વીટ કરી છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટનાનો વીડિયો ટ્‌વીટ કરતા કેપ્શનમાં લખ્યું કે રામદેવરા પહોંચતા સીએમ ગેહલોતનું સ્વાગત આપણા પ્રધાનમંત્રીના નામના નારાથી થયું. શ્રદ્ધાળુઓ નારા લગાવીને પોતાની પસંદ જણાવી રહ્યા હતા અને ગેહલો હાથ હલાવીને અભિવાદન સ્વીકારી રહ્યા હતા. હવે સીએમ સાહેબ કહેશે કે ‘હું લોકપ્રિય છું, લોકો મને જાેઈને નારા લગાવે છે.’ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંદિર પરિસરમાં વીઆઈપી માટે બનેલા માર્ગથી પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ બાબા રામદેવની સમાધિ તરફ જઈ રહ્યા હતા તે વખતે લાઈનમાં ઉભેલા કેટલાક શ્રદ્ધાળુઓના જૂથે રાજકીય નારા લગાવ્યા.

તેમણે જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા અને લાઈનમાં ઊભેલા શ્રદ્ધાળુઓ સાથ વાતચીત કરી રહ્યા હતા તો તેમાંથી કેટલાકે અશોક ગેહલોત જિંદાબાદના નારા લગાવ્યા. તેના જવાબમાં લાઈનમાં ઊભેલા શ્રદ્ધાળુઓમાંથી એક સમૂહે પાછળથી મોદી મોદીના નારા લગાવ્યા. પછી સીએમ ગેહલોત આગળ વધ્યા અને હાથ હલાવ્યા. એક અધિકારીએ જણાવ્યું કે સીએમ ગેહલોતે બાબા રામદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી અને રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. રામદેવરા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેર જિલ્લાના ભણિયાળા ઉપખંડ મુખ્યાલય પહોંચ્યા અને ત્યાં ૫૯ કરોડ રૂપિયાના ખર્ચે વિભિન્ન વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો.

Follow Me:

Related Posts