અમરેલી

અશ્ર્વસવારી વિસરાતી જતી વિરાસત.

આજનો યુગ એટલે આમ ગણીએ તો બુલેટ ટ્રેન જેવા ગતિમાન વાહનવ્યવહારનો યુગ..! જેટ ગતિનો યુગ. વંદે ભારત ટ્રેન જેવી ગતિમાન સગવડો હવે ભારત દેશ માટે નવી નથી. સીક્સ લેન જેવા મહાનગરોને જોડતાં રસ્તાઓ પર વાયુવેગે દોડતાં અદ્યતન હાઈટેક વાહનોવચ્ચે ક્યારેય કોઈ રસ્તા પર અશ્વ સવારી કરતું જોવા મળે ત્યારે કેવું લાગે? જો કે આ અશ્ર્વો, હાથી, ઊંટ, બળદ દ્વારા જ પ્રાચીન ભારતીય  આવાગમન વ્યવસ્થાઓ હતી એ પણ ભૂલી કેમ જવાઈ? અને તેનાં આધારે જ  માનવજીવનની એક અલગ મજા હતી..એક ગોરવંતો ઈતિહાસ પણ હતો.. રાજાશાહી વખતના એ અશ્ર્વોના ઠાઠમાઠ પણ એવાં હતાં.. 

પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરના રસ્તા પર એક નહીં, બે નહીં, પૂરા ત્રણ ત્રણ અશ્વસવારો કેવા ઠાઠમાઠથી સવારી કરતાં કેમેરામાં કંડારાયેલાં  જોવા મળે છે. અશ્વસવારીનું કૌશલ્ય પણ આજકાલના યુવાનોમાં જવલ્લે જ જોવા મળે છે. અદ્યતન હાઈટેક કાર ડ્રાઇવ કરતાં મોટાભાગનો યુવાવર્ગ અશ્ર્વસવારી કૌશલ્ય ધરાવતો નથી જોવા મળતો. ગુરુત્વાકર્ષણનો નિયમ આવડી જાય એટલે સંતુલનતા!! એવું નથી.. એમાં પણ ખાસ કરીને અશ્ર્વસવારી વખતે સંતુલન જાળવવાની કળા આવડે જ એવું નથી. એને માટે હિંમત, સાહસ, ધૈર્ય અને મહાવરો પણ જરૂરી છે.

Related Posts