અષાઢી બીજના પવિત્ર દિવસે નિમિત્તે ભગવાન હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાન દાદાને ૫૦૦ કિલો જાંબુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવામાં આવ્યો હતો. અષાઢી બીજના દિવસે અન્નકૂટ અને વિશેષ શણગારનાં દર્શન કરવા માટે હનુમાનજી મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
દેશમાં અને ખાસ કરીને ગુજરાતભરમાં અષાઢી બીજનું મહટવું વધારે હોય છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૭ મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે નગરચર્ચાએ નીકળ્યા છે. ત્યારે ભગવાનની એક ઝલક જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બીજી તરફ બોટાદમાં પણ કષ્ટભંજન દેવ હનુમાનજીને અષાઢી બીજના દિવસે અન્નકૂટ અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
બોટાદના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને ૫૦૦ કિલો જાંબુનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો સાથે હનુમાન દાદાની મૂતિર્ને વિશેષ શણગાર પણ કરાયો હતો. હનુમાન દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હનુમાનજી દાદાના દર્શન કરીને લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી. ૫૦૦ કિલો જાબુના અન્નકૂટનું પ્રસાદ તરીકે ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
Recent Comments