અસંતુષ્ટ છાત્રોએ બોર્ડની પરીક્ષા આપી તો નાપાસ થયાં
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૬ વિદ્યાર્થીઓએ સ્કૂલોએ તૈયાર કરેલી માર્કશીટ જમા કરાવી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાથી ૨ વિદ્યાર્થી નાપાસ થયાં છે. સ્કૂલના પરિણામમાં પાસ થયાં હોવા છતાં વધુ પરિણામ લાવવાનો આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓને ભારે પડી ગયો છે. પ્રવેશમાં રૃકાવટ ન આવે તેના માટે આ વિદ્યાર્થીઓને બોર્ડે એક જ દિવસમાં પરિણામ આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલોએ તૈયાર કરેલા પરિણામમાં એકપણ વિદ્યાર્થીને નાપાસ કર્યો નથી. આ ઉપરાંત સાઠગાંઠ વાળા વિદ્યાર્થીઓને સ્કૂલોએ ખોલબે ખોબલે માર્કસ આપ્યાં હોવાનું એ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા પરથી જ સ્પષ્ટ થઈ જાય છેગુજરાતમાં કોરોનાનો સેકન્ડ વેવ જીવલેણ સાબિત થતાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરી પરિણામ સ્કૂલોને તૈયાર કરવાની સત્તા સોંપાઈ હતી. જેમાં સ્કૂલોના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાની તક અપાઈ હતી.
Recent Comments