કોરોના કાળ પછી દેશભરમાં મોટાભાગના ઉદ્યોગો વેપાર ધંધા રોજગારના દરવાજા ખુલી ગયા છે. તે સાથે મોંઘવારીએ માઝા મૂકી છે. આજના કપરા સમયમાં જીવન જરૂરી કે રોજીદા વપરાશની ચીજ વસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે. જેને નિયંત્રણમાં રાખવાની જરૂર છે ત્યારે સરકાર પણ વિચાર્યા વગરની નીતિઓ લાગુ કરી રહી છે જે કારણે મોંઘવારીને કાબુમાં લેવાના બદલે બેફામ વધી રહી છે. દેશમાં રોજેરોજ પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા જઈ રહ્યા છે જેની અસર દેશના તમામ વેપાર, ધંધાઓ ઉપર પડી છે. તો રાધણ ગેસની કિંમતોમાં ભાવ વધારો કરતાં ગૃહિણીઓને તેનું રસોડાનું બજેટ પરેશાની આપતું બની ગયુ છે. બીજી તરફ કરોડો લોકોએ નોકરી, રોજગાર ગુમાવ્યા છે અને નવી નોકરીઓ પેદા થઈ નથી પરિણામે બેરોજગારોની સંખ્યા પણ વધી ગઈ છે. તે સાથે નોકરી કરતા નોકરિયાતોના પગારમાં જે તે ઉદ્યોગો વિવિધ માર્કેટો, વેપાર-ધંધાર્થીઓએ પગાર કાપ કરી નાખ્યો છે…્ જે કારણે આમ પ્રજાની હાલાકી અસહ્ય બની જવા પામી છે. પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાની અસર ટ્રાન્સપોર્ટેશન પર થઈ અને ચીજ-વસ્તુઓ, માલ સામાન હેરફેરમાં ભાડા-દરો વધ્યા, દૂધના ભાવમાં પણ વધારો થયો અને માત્ર આ ચીજ વસ્તુઓજ નહીં પરંતુ શાકભાજી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓમાં ભાવો વધી ગયા છે.બીજી તરફ માંડ બે છેડા ભેગા કરી શકતો સામાન્ય વર્ગને હવે ખાવા પીવામા પણ કરકસર કરવી પડે છે. પરિણામે નાના-મોટા બજારો પણ ખરીદારોના અભાવે રોનક ગુમાવી રહ્યા છે, અને આ બજારોની અસર વિવિધ ચીજ વસ્તુઓનુ ઉત્પાદન કરતા ઉદ્યોગો પર થઈ છે. મતલબ દેશભરમાં મોંઘવારી અને બેરોજગારીને કારણે આમ પ્રજાની કેડ ભાંગી ગઈ છે…….!
છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ તથા રાંધણગેસના જે પ્રકારે ભાવ વધી ગયા છે તેનાથી આમ પ્રજાની હાલત કફોડી બની ગઇ છે. પરંતુ સરકારને નાણાની જરૂરત હોઈ સરકાર પણ આ બાબતે સદંતર બેધ્યાન છે. જાેકે કોરોના કાળમાં સરકારને સ્વાસ્થ્ય સેવાઓ,વેક્સિન ખરીદી સહિતનો બેહદ ખર્ચ થયો છે અને થઈ રહ્યો છે. સરકારને આ ત્રણેય ચીજાે પેટ્રોલ-ડીઝલ, ગેસ પર કરોડો રૂપિયા જીએસટી મળે છે. એટલે ભાવો ઘટવાની આશા રાખવી નકામી છે. જાેકે ચારેક વર્ષ પહેલા સરકારે પેટ્રોલિયમ પેદાશોમા ડાયનેમિક પ્રાઇસીંગની વ્યવસ્થા અમલમાં મૂકવા સાથે સરકારે દાવો કર્યો હતો કે આ વ્યવસ્થા લોકોના ભલા માટે છે. જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં થતી પેટ્રોલિયમની કિંમતોની વધઘટનો સીધો લાભ લોકોને મળશે..પરંતુ બન્યું છે ઉલટું. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં તેના ભાવ ઘટાડાનો લાભ લોકોને મળ્યો નથી અને ઉપરથી કિંમત વધારવાનું કામ ભારત પેટ્રોલિયમ કંપનીઓએ કર્યું છે. તો પેટ્રોલિયમ પેદાશોના ભાવો ઘટ્યા ત્યારે સરકારે તેના પર એક્સાઈઝ ડ્યુટી વધારતી રહી પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની કિંમતો તળીયે હતી ત્યારે દેશની પ્રજા પેટ્રોલ-ડીઝલના આસમાની ભાવ ચુકવતી હતી…. અને સરકાર…. પેટ્રોલિયમ કંપનીઓ…..!?!
Recent Comments