fbpx
બોલિવૂડ

“અસિત મોદી એક્ટર્સ પાસે ભીખ મંગાવીને મજા લે છે”, રીટા રિપોર્ટરે કર્યો મોટો ધડાકો

ટચૂકડા પડદા પર રિયાલિટી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનો ફેવરેટ શો બનેલો છે પરંતુ આજકાલ આ શો વિવાદોમાં સપડાયેલો છે. શોના પૂર્વ ડાયરેક્ટર સહિત ઘણા એકટર્સે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર્સ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. હાલમાં જ શોની ‘રીટા રિપોર્ટર’ એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહુજાએ ફરી એકવાર અસિત મોદી પર નિશાન સાધ્યુ છે. તેણે ખુલાસો કર્યો કે અસિત મોદીને કેવી રીતે લોકોને મુશ્કેલીમાં જાેઇને મજા આવે છે. પ્રિયા આહુજા એ વાતથી દંગ રહી ગઇ કે કોઇ નોટિસ આપ્યા વિના જ તેને રિપ્લેસ કરી દેવામાં આવી. એક રિપોર્ટ અનુસાર, પ્રિયાએ જણાવ્યું કે અસિત સેટ પર સેડિસ્ટિક વર્તણૂક કરે છે. પ્રિયાએ જણાવ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની પ્રોડક્શન ટીમ ક્યારેય એક્ટર્સને ફાયર નથી કરતી પરંતુ એવી પરિસ્થિતિઓ પેદા કરે છે જેમાં એક્ટર્સ માટે કોઇ સ્ક્રિપ્ટ જ લખવામાં ન આવે તે સામેલ છે, જેથી એક્ટર્સ પોતે જ શો છોડી દે. પ્રિયાએ કહ્યું કે શોની ‘રોશન’ એટલે કે એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ જે કંઇ કર્યુ તેનાથી મેકર્સને ભાન થયું હશે. પ્રિયાએ જણાવ્યું કે, અસિત એક્ટર્સને મજબૂર કરી દે છે કે તે તેની સામે કામની ભીખ માંગે, તેમને આવું કરવું પસંદ છે. મને કપિલ શર્મા શો કે કૌન બનેલા કરોડપતિ પર ન લઇ જવામાં આવી. મને તે સમયે ખૂબ જ ખરાબ લાગ્યું હતું પરંતુ હું ચૂર રહી કારણ કે હું માલવના કામ પર અસર પડવા દેવા માંગતી નહોતી. જણાવી દઇએ કે, પ્રિયા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પૂર્વ ડાયરેક્ટર માલવ રાજદાની પત્ની છે. માલવે પ્રોડ્યુસર્સ પર ફીસ ન આપવાનો આરોપ લગાવ્યો હતો અને પછી આ શો છોડી દીધો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર સૌથી વધુ ચાલનાર સીરિયલ્સમાંથી એક છે અને તેના ઘણા એક્ટર્સને રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts