બોલિવૂડ

અહિ સતત તમને નવા પાત્રો ભજવવાની તક મળતી રહે છે : આશા નેગી


ટીવી શો પવિત્ર રિશ્તામાં પૂર્વીની ભુમિકા નિભાવીને ઘર ઘરમાં જાણીતી બનેલી આશા નેગી હવે ડિજીટલ પ્લેટફોર્મને કારણે જાણીતી બની ગઇ છે. તેણે અનેક હિટ વેબ સિરીઝમાં મહત્વની ભુમિકાઓ નિભાવી લીધી છે અને બીજા કામ પણ કરી રહી છે. બારીસ, લૂડો, અભય-૨, લવ કા પંગા, ખ્વાબો કે પરિન્દે અને છેલ્લે કોલર બોમ્બ થકી તેણે ડિજીટલ માધ્યમમાં અભિનયના ઓજસ પાથર્યા છે. તે કહે છે આ પ્લેટફોર્મ પર હું સતત વેવિધ્યસભર પાત્રો ભજવીને અત્યંત ખુશ છું. કોલર બોમ્બમાં મને પોલીસનો રોલ મળતાં મારા મમ્મીનું સપનું પુરૂ થયું હોય તેમ લાગ્યું હતું. તેઓ મને આર્મીમાં મોકલવા ઇચ્છતા હતાં. ખ્વાબો કે પરિન્દે શો થકી મને ભરપુર પ્રવાસ કરવાની મજા મળી છે. અત્યાર સુધી કદી નહોતી ભજવી એવી આ ભુમિકા હતી. ઓટીટીના મંચ પર વિષયોનો દરીયો ઉછાળા મારતો હોય છે. અહિ સતત તમને નવા પાત્રો ભજવવાની તક મળતી રહે છે. ટીવી પરદે શો લાંબા ચાલતાં હોય એક જ પાત્રમાં તમારે બંધાઇ રહેવું પડે છે. આશા હવે પછી નિર્માત્રી બનવાની ઇચ્છા પણ ધરાવે છે.

Related Posts