fbpx
ગુજરાત

અ૫સ્કેલીંગ ‘’ આ૫દા મિત્ર’’ પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી ખાતે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના એન.ડી.એમ.એ. દ્વારા ગુજરાતના ૧૭ જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવેલા અ૫સ્કેલીંગ આ૫દા-મિત્ર પ્રોજેકટ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના ૩૦૦ (ત્રણસો) આ૫દા મિત્રો (૧૪૫ હોમગાર્ડઝ, ૧૪૫ જી.આર.ડી./એસ.આર.ડી તથા ૧૦ આઇ.ટી.આઇ. વિદ્યાર્થીઓ સહિતનાઓએ અમરેલી સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૧૨ (બાર) દિવસની નિવાસી તાલીમ પૂર્ણ કરી હતી. આ તકે આ૫દા મિત્રને  જી.એસ.ડી.એમ.એ.ના આદેશ અન્વયે કીટ અર્પણ કરવામાં આવી.

      કીટ વિતરણ કાર્યક્રમમાં આ૫દા તાલીમ પ્રાસંગિક પ્રવચનમાં શ્રી ડિમ્પ્લ તેરૈયાએ આ૫દા મિત્ર અ૫સ્કેલિંગ તાલીમ તેમજ કીટ અને તેના ઉપયોગ બાબતે માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. કાર્યક્રમમાં હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી, અમરેલી આપત્તિ વ્યવસ્થાપન મામલતદારશ્રી તથા જી.આર.ડી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી સોલંકી તથા આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રક્ટરશ્રી સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા. હોમગાર્ડઝ અધિકારીશ્રી સર્વશ્રી પ્રવિણ સાવજ, શ્રી શરદ સા૫રીયા, શ્રી દેવેરા, શ્રી અઘલાણી, શ્રી ભાવિક વેકરીયા તથા હોમગાર્ડઝ/જી.આર.ડી/એસ.આર.ડી. જવાનો તેમજ પોલીસ અધિકારીઓ, ડિઝાસ્ટર સેલના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી કૌશિક કસવાળા તથા આભારવિઘિ શ્રી પ્રવિણ સાવજ દ્વારા કરવામાં આવી હતી, તેમ અમરેલી આપત્તિ વ્યવસ્થાપન મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts