આંકડા છુપાવે છે રૂપાણી સરકાર, રાજ્યમાં ૨ લાખથી વધુના કોરોનાથી મોત -કોંગ્રેસ
રાજ્યમાં કોરોના વાયરસથી કેસ ઘટ્યા છે, પરંતુ ગામડાઓમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ટેસ્ટિંગની સુવિધા તથા સારવારના અભાવે ગામડાઓમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાથી મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં સરકારના સરકારનો અણઘડ વહીવટના કારણે રાજ્યમાં ભય અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હોવાનો આરોપ કરાયો છે. સાથે જ આખા રાજયમાં ૨ લાખથી વધુ લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું, ગુજરાતમાં કોરોના ગંભીર પરિસ્થિતિ છે, ભય અંધાધૂંધીનો માહોલ ચર પર છે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ખૂટી પડ્યા છે.
આ માટે સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટના બે પાસા હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કુદરતી આપદા હોય અને લોકો મૃત થાય તો સહાય કરવામાં આવે છે. કોરોના મહામારીમાં ૧૩ મહિનામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર ૪ લાખની સહાય જાહેર કરે તેવી માંગ છે. સાચી હકીકત કંઈ અલગ છે. સરકાર નિષ્ઠુર બની મોતના આંકડા છુપાવી રહી છે. લોકોના મોત સામે સરકાર રમત રમી રહી છે. ગુજરાત કોંગ્રેસ કોરોનાથી મોત થયેલા પરિવારની માહિતી મેળવશે. ગૂગલ ફોર્મમાં માહિતી ભરી આપશે તેના આધારે કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરશે.
જ્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કહ્યું કે, ‘સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી કોરોનાં ફેલાયો છે ત્યારથી ૧૨૫ જેટલા મોત આંકડાકીય બતાવે છે. ૨૦૨૦માં મોત અને ૨૦૨૧ના મોતના આંકડા અંગે તપાસ કરતા બિહામણા સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. દર મહિને તાલુકાઓમાં સરેરાશ ૨૦૦ લોકોના મૃત્યુ થયા છે. કોરોનામાં જ્યાં સામાન્ય ગણાતાં જિલ્લામાં ૩૫૦૦ લોકો ૬૫ દિવસમાં મૃત્યુ પામ્યો હોય તો આખા રાજયમાં કેટલો મોટો હોય. અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરો જ્યાં વધુ કોરોનાં ફેલાયો હોય ત્યાં કેટલા મોત થયા હોય.’ આખા રાજયમાં ૨ લાખથી વધુ લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
Recent Comments